1) આજથી દેશભરમાં રસીકરણનું મહાઅભિયાન શરુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રસીકરણનો કરાવશે પ્રારંભ
![આજથી દેશભરમાં રસીકરણનું મહાઅભિયાન શરુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રસીકરણનો કરાવશે પ્રારંભ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10258175_sdvfsvgfsdfyhdr.jpg)
આજે સવારે 10:30 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રસીકરણનાં રાષ્ટ્રવ્યાપી અભિયાનની શરૂઆત કરાવશે. આ રસીકરણ અભિયાનનાં પ્રથમ દિવસે ત્રણ હજાર કેન્દ્રો કાર્યરત રહેશે. પ્રત્યેક કેન્દ્રમાં એક સત્ર દરમ્યાન માત્ર 100 લોકોને રસી અપાશે. રસીકરણમાં ફ્રન્ટલાઈન વૉરિયર્સને પ્રાધાન્ય આપવામાં આવશે.
2) આજથી ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ સહિતના વિવિધ શહેરોમાં રસીકરણ અભિયાન શરુ
![આજથી ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ સહિતના વિવિધ શહેરોમાં રસીકરણ અભિયાન શરુ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10258175_sdvfsvgfsdgdf.jpg)
રાજ્યના 139 સ્થળે વેક્સિનેશનની શરૂઆત થશે, મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન અમદાવાદ સિવિલથી રસીકરણનો પ્રારંભ કરાવશે.
3)વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સ્ટાર્ટઅપ્સ સાથે વાર્તાલાપ કરશે અને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા "પ્રારંભ: સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સમિટમાં કરશે સંબોધન
![વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સ્ટાર્ટઅપ્સ સાથે વાર્તાલાપ કરશે અને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10258175_sdvfsvgfssdgfsf.jpg)
નરેન્દ્ર મોદી આજે સાંજે 5 વાગે વીડિયો કોન્ફરન્સ પર ‘પ્રારંભ : સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સમિટ’ને સંબોધિત કરશે અને સ્ટાર્ટઅપ્સના પ્રતિનિધિઓ સાથે આદાનપ્રદાન કરશે. આ સમિટમાં 24 સેશન યોજાશે, જેમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને સંયુક્તપણે વિકસાવવા અને તેને મજબૂત કરવા દુનિયાભરના વિવિધ દેશોની બહુપક્ષીય ભાગીદારી વધારવા અને જોડાણને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે
4) રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ 15 દિવસ માટે યથાવત રહેશેઃ મુખ્યપ્રધાનની જાહેરાત
![અભિનેતા સિધ્ધાર્થ મલ્હોત્રાનો આજે જન્મ દિવસ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10258175_sdvfsvgfsd.jpg)
રાજ્યના 4 મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં 4 મુખ્ય શહેરમાં આગામી 15 દિવસ સુધી રાત્રિ કર્ફ્યૂ લંબાવવામાં આવ્યો છે. મુખ્યપ્રધાન રૂપાણીએ જામનગરમાં એક કાર્યક્રમ દરમિયાન 31મી જાન્યુઆરી સુધી રાત્રિ કર્ફ્યૂ યથાવત્ રાખવામાં આવ્યો હોવાની જાહેરાત કરી હતી. આ રાત્રિ કર્ફ્યુનો સમય રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી રહેશે
5) સ્ટેચ્યૂ ઓફ યુનિટી: રેલ પરિવહન સુવિધા સાથે નવા યુગમાં પ્રવેશ કરશે કેવડિયા
![સ્ટેચ્યૂ ઓફ યુનિટી: રેલ પરિવહન સુવિધા સાથે નવા યુગમાં પ્રવેશ કરશે કેવડિયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10258175_sd.jpg)
વડોદરા રેલવેલાઇનનું આગામી તારીખ 17 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇ-લોકાર્પણ કરશે. આ પ્રસંગે રાજયનાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે. કેવડિયા રેલમાર્ગે જોડાતા જ પ્રવાસીઓનાં પરીવહનમાં વધુ એક સુવિધાનો ઉમેરો થશે, અગાઉ કેવડિયા રોડ તેમજ હવાઇ માર્ગે અને હવે રેલમાર્ગે પણ જોડાતા પ્રવાસીઓ ઝડપથી કેવડિયા પહોંચી શકશે.
6) લવ જેહાદના કાયદા મુદ્દે નાયબ મુખ્યપ્રધાને આપ્યું નિવેદન
![લવ જેહાદના કાયદા મુદ્દે નાયબ મુખ્યપ્રધાને આપ્યું નિવેદન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10258175_sdvfsvgfshcf.jpg)
રામમંદિર નિર્માણની સમર્પણ કાર્યક્રમમાં લવ જેહાદ મુદ્દે નાયબ મુખ્યપ્રધાને નીતિન પટેલે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, વિધર્મી શા માટે આપણા દીકરા દીકરીઓ પર નજર રાખી રહ્યા છે, તો બીજી તરફ આખી દુનિયામાં કોઈ દેશ એવો નથી કે જ્યાં ભારતીય નથી. ભારતના લોકોને વિઝા આપવા જ પડે તેવી સ્થિતિ અમેરિકામાં થઈ ચૂકી છે. આ સાથે જ કેટલાક લોકો નબળી અને સંકુચિત વિચારો ધરાવે છે કે, અમારા ધર્મ સિવાય કોઈ ધર્મ રહી શકે. તો તે સાંભળી લે કે, હિંદુ ધર્મ સનાતન રહેવાનો છે અને જ્યારે જ્યા જે શોભતું હોય તે જ શોભે હોળીના દિવસે કેમ કોઈ પતંગ નથી ચગાવતું.
7) અમિત શાહ બે દિવસના કર્ણાટકના પ્રવાસે જશે.
![અમિત શાહ બે દિવસના કર્ણાટકના પ્રવાસે જશે.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10258175_sdvfsvgfs.jpg)
ગૃહપ્રધાન અમિત શાહ બે દિવસના કર્ણાટકના પ્રવાસે જશે. તેઓ શિમોગા, બેંગલુરુ, બગલકોટ અને બેલગાવીનો પ્રવાસ કરશે.
8) ખેડૂત આંદોલનનો આજે 52 મો દિવસ
![ખેડૂત આંદોલનનો આજે 52 મો દિવસ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10258175_sdfdsf.jpg)
કૃષિ કાયદાઓનાં વિરોધમાં આંદોલન ચલાવી રહેલા ખેડૂત આંદોલનનો આજે 52 મો દિવસ
9) ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ
![ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10258175_sdvfsvgfsyhde.jpg)
ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ મેચ સિરીઝની ચોથી ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ છે. જેમાં ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને બેટિંગની પસંદગી કરી હતી. જ્યારે ભારતીય બોલરો સિરાજ અને શાર્દુલે પ્રથમ 10 ઑવરમાં જ ઓસ્ટ્રેલિયન ઑપનરોને પેવેલિયન ભેગા કર્યા હતા.
10) અભિનેતા સિધ્ધાર્થ મલ્હોત્રાનો આજે જન્મ દિવસ
![અભિનેતા સિધ્ધાર્થ મલ્હોત્રાનો આજે જન્મ દિવસ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10258175_sdvfsvgfsdfghdrhy.jpg)
બોલિવૂડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા આજે તેનો 34મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે.