હૈદરાબાદઃ 20 મિનિટમાં બ્લડ સીરમમાં એન્ટી એવિયન ઇન્ફલ્યુએન્ઝા વાયરસ એન્ટી બોડીની શોધમાં સફળતા મેળવ્યા બાદ વૈજ્ઞાનિકોએ પોર્ટેબલ એનાલાઇઝરનો ઉપયોગ કરીને સ્થળ પર જટિલ બાયો ટેસ્ટ કરવા માટેની ટેકનીકનો વિકાસ કર્યો છે. આ ટેકનોલોજીને અનુકુળ રીએજન્ટ વિકસિત કરવામાં આવે ત્યારે આ ટેકનોલોજીથી સાર્સ અને કોવિડ સામે રક્ષણ મેળવવા માટે એન્ટી બોડી શોધી શકાશે.
આ અભ્યાસ હોકાઇડો યુનિવર્સિટીની ગ્રેજ્યુએટ સ્કુલ ઓફ સાયન્સ એન્ડ એન્જીનીયરીંગના પીએચડી વિધાર્થી કીન નિશીમાં અને યુનિવર્સિટીના એન્જીનીયરીંગ ફેકલ્ટીના પ્રોફેસર મનાબુ ટોકેશી દ્વારા કરવામાં આવ્યો છે.
તેમણે એન્ટીબોડીઝની ઝડપી, સરળ અને પસંદગીયુક્ત તપાસ કરવા માટે નવી સક્ષમ પધ્ધતિ વિકસાવવા માટે અભ્યાસ કર્યો હતો.
એન્ટી એવિયન ઇન્ફલ્યુએન્ઝા મરઘાથી ફેલાતી બિમારી છે. જે ઇન્ફલ્યુએન્ઝા વાયરસથી થાય છે.
આ પ્રક્રિયા FPIA પર આધારિત છે પરતુ, એનાલાઇઝરને ખૂબજ નાનુ અને પોર્ટેબલ બનાવવા માટેની પધ્ધતિ લાગુ કરી . જેમાં એનાલાઇઝરનું વજન માત્ર 5.5 કિલો ગ્રામ હતુ.
આ જુથ માટે એક સાથે અનેક નમુનાઓની ચકાસણી કરવી અને પ્રવાહી સ્ફટીક અણુઓ અને માઇક્રોફલ્ઇડિક ડિવાઇઝના સંયુક્ત ઉપયોગ સાથે જરુરી નમુનની માત્રા ઘટાડવાનુ શક્ય હતુ..
ટોકેશીએ જણાવ્યુ કે કોરોના વાયરસમાં રહેલા સ્પાઇક પ્રોટીનને પુનઃઉત્પાદિત કરીને તેનો રીએજન્ટ તરીકે ઉપયોગ કરીને એન્ટી કોરોનાવાયરસ એન્ટિબોડીઝ શોધવામાં મદદ મળી શકે તેમ છે.
માઇક્રો ફલુઇડિક ડિવાઇઝમા સંખ્યાબંધ માઇક્રોચેનલ્સ છે. જ્યારે પ્રવાહી સ્ફટીક પરમાણુ ફ્લોરોસન્ટ લાઇટની ધ્રુવીકરણનીની દિશાને નિયંત્રિત કરવા સક્ષમ છે.
રીએજન્ટે એન્ટી એચ5 એવિયન ઇન્ફલ્યુએન્ઝા વાયરસ એન્ટીબોડી પણ આ સંશોધકો દ્વારા વિકસાવવામાં આવી.
રીએજન્ટને તૈયાર કરવા માટે હેમાગ્લટીનિટ (HA) પ્રોટીને ફરી તૈયાર કરવામાં આવ્યુ હતુ.
HA પ્રોટીનના ટુકડડાઓ H5 એવિઅન ઇન્ફલ્યુએન્ઝા વાયરસની સપાટી પર હોય છે. જે પુનઃસંક્રમણ દ્વારા અને ફ્લોરોસેન્ટ પરમાણુના લેબલ તરીકે દર્શાવવામાં આવે છે.
પક્ષીમાંથી એકત્ર કરેલા સીરમને રીએજન્ટ ભેળવીને 15 મિનિટની સમય મર્યાદામાં મુકવામાં આવ્યુ હતુ.
તેને માઇક્રોફ્લુઇડિક ડિવાઇઝમાં રાખ્યા બાદ તેને પોર્ટેબલ ફ્લોરોસન્સ પોલારીઝાઇઝેશ એનાલાઇઝરમાં રાખવામાં માપવામાં આવ્યુ હતુ.
પરમાણુ હલનચલન એન્ટીબોડીથી બંધાયેલ ન હોય તેવા રીએજન્ટથી વિવિધ ડિગ્રી પર ધ્રુવીકરણનું નિર્માણ કરશે.
એન્ટી H5 એવિઅન ઇન્ફલ્યુએન્ઝા વાયરસ એન્ટી બોડીમાં માત્ર બે માઇક્રોલીટના સીરમના નમુનાથી માત્ર 20 મિનિટની અંદર શોધી શકે છે.
ટોકેશીએ જણાવ્યું હતું કે, “જો યોગ્ય રીએજેન્ટ્સ વિકસિત કરવામાં સફળતા મળે તો અન્ય બાયો પરીક્ષણો કરવા માટે અમારા એનાલાઇઝનો ઉપયોગ કરી શકાય તેમ છે.”
માયકો ટોક્સિન અને ડ્રગના ઘટકોને પહેલાથી સંશોધકોએ જ શોધી કાઢ્યા છે.