મીડિયા સાથેની વાતચીતમાં ઓમ બિરલાએ જણાવ્યુ હતું કે, આઝાદીના 75 વર્ષની ઉજવણી કરીશું એ વર્ષે સંસદ નવા ભવનમાં મળશે. 2022 સુધીમાં તેના નિર્માણની કામગીરી પૂર્ણ થઈ જશે તેવી આશા તેઓએ વ્યક્ત કરી હતી.
આ નવું ભવન ક્યાં બનશે તેવા સવાલના જવાબમાં સ્પીકરે જણાવ્યુ હતું કે, સરકાર બે-ત્રણ જગ્યા જોઈ રહી છે. તે પૈકીની કોઈ એક જગ્યાએ આ ભવન બનશે.
તેમણે ઉમેર્યુ હતું કે, નવા સંસદ ભવનમાં અનેક અદ્યત્તન સુવિધાઓ હશે. દરેક સાંસદના ડેસ્ક પર ઓનલાઈન સૂચનાઓ આપી શકાશે.
આ વાતચીત દરમિયાન તેમણે એમ પણ જણાવ્યુ હતું કે, સંસદ પરિસરમાં ચાલતી કેન્ટીન આગલા સત્ર સુધીમાં બંધ થઈ શકે છે. જેથી આગલા સત્ર સુધીમાં સબ્સીડીવાળી ચ્હા નહીં મળે તેવી શક્યતા દર્શાવી હતી.