હૈદરાબાદ: યુકે, જર્મની અને યુએસના સહકર્મીઓ સાથે મળીને ધ રોયલ માર્સડેન અને લંડનની ધ ઇન્સ્ટીટ્યુટ ઓફ કેન્સર રીસર્ચના બ્રેસ્ટ કેન્સર નાઉ રીસર્ચ સેન્ટરના સંશોધકોએ કોરોના વાઇરસ દરમીયાન સર્જરી અને કેમોથેરાપીની સારવાર માટે સ્તન કેન્સરના દર્દીઓને પસંદ કરવા માટેની એક નવી રીત તૈયાર કરી છે.
આ નવીનત્તમ અલ્ગોરીધમ અલગ અલગ આંતરરાષ્ટ્રીય ટ્રાયલમાંથી પ્રાથમીક ER+HER2 સ્તન કેન્સર ધરાવતા પોસ્ટમેન્સ્ટ્રુઅલ દર્દીઓને ઓળખી કાઢે છે. જેમને ઓછા એન્ડોક્રાઇન-સેન્સેટીવ ટ્યુમર હોય છે અને જેમને પ્રથમ તબક્કાની સર્જરી અને નીયોએડ્જુવન્ટ કેમોથેરાપી માટે અગ્રીમતા આપવી જરૂરી હોય છે.
જ્યારે કોઈ દર્દીના નીદાન દરમીયાન તેને ટ્રીપલ નેગેટીવ અને Her2 હોવાની જાણ થાય અને તે તાત્કાલીક સર્જરી અથવા કેમોથેરાપી તરફ આગળ વધી રહ્યા હોય ત્યારે તેવા દર્દીઓના મોટા જુથને નીઓએડ્જુવન્ટ એન્ડોક્રાઇન થેરાપી (NeoET)નુ સુચન કરવામાં આવે છે. આ એક એવી સારવાર છે કે જેમાં સ્તનની ગાંઠને સર્જરીથી દુર કર્યા વીના જ એસ્ટ્રોજનની મદદથી રોગને વધતો અટકાવવામાં આવે છે. આ પ્રકારની પદ્ધતિને સૌથી સારી સારવારની પદ્ધતિ માનવામાં આવે છે.
નવી સારવારના આ અલ્ગોરીધમને યુકેમાં રોયલ માર્સડેન ખાતે આવેલા બ્રેસ્ટ કેન્સર રિસર્ચ માટેના રાલ્ફ લોરેન સેન્ટર અને ધ ઇન્સ્ટીટ્યુટ ઓફ કેન્સર રીસર્ચ (ICR) ના બ્રેસ્ટ કેન્સર નાઉ ટોબી રોબીન્સ રીસર્ચ સેન્ટરમાં સંશોધન કરી રહેલા સંશોધનકારો દ્વારા તૈયાર કરવામાં આવી છે.
રોયલ માર્સડેન ખાતેના બ્રેસ્ટ કેન્સર માટેના રાલ્ફ લોરેન સેન્ટરના હેડ, પ્રોફેસર મીચ ડોસેટ અને ICR ના બાયોકેમીકલ એન્ડોક્રીનોલોજીના પ્રોફેસર બંન્નેએ સંયુક્ત રીતે આ અઠવાડિયે NJP બ્રેસ્ટ કેન્સરની આગેવાની કરી હતી. આ અભ્યાસમાં એ તારણ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો કે જેમની સર્જરીની સારવાર મુલત્વી રાખવામાં આવી હોય તેવા 85% દર્દીઓ NeoET પર આગળના છ મહિના સુધી સુરક્ષીત રહી શકે છે અને 15% એવા દર્દીઓ મળી આવ્યા હતા કે જેઓ આ ઉપચાર માટે પ્રતિરોધક હતા અને માટે રોગનો ફેલાવો થવાનો ભય વધી રહ્યો હતો.
રોયલ માર્સડેન ખાતેના કન્સલ્ટન્ટ બ્રેસ્ટ સર્જન પીટર બેરીના કહેવા મુજબ, “એ ખુબ જ જરૂરી છે કે આપણે કોરોના વાઇરસની મહામારીના આ સમયમાં જેમને સારવારની જરૂરી છે. તેવા શક્ય તેટલા વધુ દર્દીઓને શક્ય તેટલી વધુ સુરક્ષા સાથે તાત્કાલીક સારવાર આપી શકીએ. મારા સંપર્કમાં એવા બે દર્દીઓ આવ્યા છે કે જેઓને આગળના છ મહિનામાં રોગ વધવાનુ જોખમ છે અને તેમને NeoET આપવામાં આવનાર છે.”