નવી દિલ્હીઃ સાઉથ દિલ્હીમાં પિઝા ડિલીવરી બોય કોરોના પ્રભાવિત થયો હતો. આ સમાચાર ફેલાતાં જ લોકોમાં ચિંતા વધી ગઈ હતીં. પંરતુ રાહતના સમાચાર એ છે કે તે ડિલીવરી બોયના સંપર્કમાં આવેલા તમામ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે.
દિલ્હીમાં એખ પીઝા ડિલીવરી બોયનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં લોકોમાં ભય ફેલાયો હતો. બાદમાં તે બોયના સંપર્કમાં આવેલા તમામ લોકોના સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. જે તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે.
પીઝા ડિલીવરી બોયના સંપકર્માં 16 લોકો આવ્યાંં છે. જે હાલ કોરોના મુક્ત છે. દિલ્હી અધિકારીએ જણાવ્યું હતું કે આ તમામ લોકોના હાઈ રિસ્ક કોરોનાના રિપોર્ટ નેગેટિવ આવવાં એ રાહતના સમાચાર છે.