પોલીસના કહેવા મુજબ, શનિવારની સાંજે પરાક્રમ વાન રાષ્ટ્રપતિ ભવન પાસે હાજર હતી, તે સમયે સુરક્ષાકર્મીએ રાષ્ટ્રપતિ ભવન પાસે શંકાસ્પદ વસ્તુ ઉડતી દેખાઇ. તપાસ કરાતા ત્યાં ડ્રોન ઉડી રહ્યું હતું. તેને પકડીને તપાસ કરાતા તે કેમેરામાંથી પોલીસને વીવીઆઇપી વિસ્તારની ફુટેજ મળી આવી હતી. ડ્રોન ઉડારનાર અમેરીકાના રહેવાસી પિતા અને પુત્રની ધરપકડ કરીને વિવિધ એજન્સીઓ તેમની પુછતાછ કરી રહી છે.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વીવીઆઇપી વિસ્તારમાં ડ્રોન ઉડાવનાર અમેરીકાના રહેવાસી પીટર જેમ્સ અને તેનો દિકરો લીડબેટરને ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ ડ્રોનને નીચે ઉતારી પોલીસે પિતા-પુત્રને નજીકના પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા.
પોલીસે ડ્રોનમાં લગાવેલા કેમેરાની ફૂટેજ જોઇ ત્યારે તેમાં રાષ્ટ્રપતિ ભવન અને કેંન્દ્રીય સચિવાલયની ફૂટેજ જોવા મળી હતી. મામલાની ગંભીરતાને જોતા ભારતની ખાનગી એજન્સીઓ પણ પુછતાજ માટે પહોંચી હતી. પુછતાજમાં જાણવા મળ્યું કે શનિવારના રોજ તેઓ ભારત આવ્યા હતા અને તેમને જાણકારી નહોતી કે આ વિસ્તારમાં ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ છે.
મળતી માહિતી મુજબ પિતા-પુત્ર ટૂરિસ્ટ વીઝા પર ભારત આવ્યા છે, અમેરીકાની કંપની માટે આ વિસ્તારનો વીડિયો બનાવી રહ્યા હતા, પીટરના પાસે એક મહિનાનો જ્યારે તેના પુત્રના પાસે એક વર્ષનો વીઝા છે, પિતા-પુત્રના ધરપકડની જાણકારી અમેરીકન દૂતાવાસને આપી દેવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર આ વીવીઆઇપી વિસ્તાર હોવાની સાથે અતિ સંવેદનશીલ ઝોનમાં પણ આવે છે, ખાનગી એજન્સીઓ દ્વારા હવાઇ હુમલાની જાણકારી મળી છે, તેના કારણે જ અહિંયા ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ છે.