નવી દિલ્હી નગરપાલિકાએ પોતાના વિસ્તારમાં 4000થી વધારે વૃક્ષો જેમની ઉંમર 100 વર્ષથી વધુ છે, તેની પર ક્યૂ આર કોડ લગાવશે. કેટલાક સમય પહેલા NDMCએ પોતાના વિસ્તારના વૃક્ષોમાં ક્યૂ આર કોડ લગાવ્યો હતો. જે બાદ વિવાદ સર્જાયો હતો. NDMCને કોર્ડ હટાવવા પડ્યા હતા.
NDMCના ચેરમેને આ વખતે બજેટમાં ક્યૂ આર કોર્ડ લગાવવાની જાહેરાત કરી હતી. આ યોજનાને જૂન સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે.
આ વખતે ક્યૂઆર કોર્ડ લગાવવા માટે અલગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. જેથી વૃક્ષોને નુકસાન ના પહોંચે અને સારી જાણકારી પણ મળે.