ETV Bharat / bharat

અરવિંદ કેજરીવાલની વિપક્ષી દળોને અપીલ, કહ્યું- સાથે મળી કૃષિ બિલનો કરો વિરોધ - nationalnews

લોકસભામાં કૃષિ બિલ પાસ થયા બાદ આજે કેન્દ્ર સરકાર રાજ્યસભામાં ત્રણ કૃષિ બિલ રજૂ કરશે. અરવિંદ કેજરીવાલે બધા વિપક્ષી દળોને તેમની સાથે મળી વિરોધ કરવાની અપીલ કરી છે.

cm
અરવિંદ કેજરીવાલ
author img

By

Published : Sep 20, 2020, 12:40 PM IST

Updated : Sep 20, 2020, 6:44 PM IST

નવી દિલ્હી: કૃષિ સાથે જોડાયેલા ત્રણ બિલના મુદ્દે દેશનું રાજકારણ ગરમાયું છે. એક તરફ કેન્દ્ર સરકાર અને ભાજપ તેને ખેડુતોના હિતમાં જણાવી રહ્યા છે. તો બીજી તરફ તમામ વિપક્ષ તેનો વિરોધ કરી રહ્યું છે.

દિલ્હીની સત્તાધારી આમ આદમી પાર્ટી આ બિલ સામે સતત અવાજ ઉઠાવી રહી છે. લોકસભામાં આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માને આ મુદ્દે બે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. લોકસભામાં પણ ભગવંત માને આ બિલ સામે અવાજ ઉઠાવ્યો હતો. તેમણે આ મુદ્દે કોંગ્રેસ અને અકાલી દળ પર નિશાન સાધ્યું હતું.

પરંતુ તેમની પાર્ટીના ટોચના નેતા અરવિંદ કેજરીવાલ હવે બધા દળો સાથે મળીને રાજયસભામાં આ બિલનો વિરોધ કરવાની અપીલ કરી છે. આપને જણાવી દઈએ કે, લોકસભામાં ત્રણ બિલ પાસ થઈ ચૂક્યા છે અને હવે રાજ્યસભામાં બિલ રજૂ કરાવામાં આવશે.

અરવિંદ કેજરીવાલે એક ટ્વિટ કર્યું છે. જેમાં તેમણે રાજ્યસભામાં ભાજપના લઘુમતીનો ઉલ્લેખ કર્યો છે અને ખેડૂતોના હિતમાં તેનો વિરોધ કરવાની અપીલ કરી છે. અરવિંદ કેજરીવાલે લખ્યું છે કે, 'આજે આખા દેશના ખેડુતોની નજર રાજયસભા પર છે. રાજ્યસભામાં ભાજપ લઘુમતીમાં છે. હું તમામ બિન-ભાજપ પક્ષોને અપીલ કરું છું કે, તેઓએ સાથે મળીને આ ત્રણેય બિલોને હરાવવું જોઈએ, આ જ દેશના ખેડૂતની ઇચ્છા છે.

Last Updated : Sep 20, 2020, 6:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.