નવી દિલ્હી: ઇલેક્ટ્રિક વાહન પોલિસીના બે ઉદ્દેશ્ય છે. પ્રથમ દિલ્હીની અર્થવ્યવસ્થાને મજબુત બનાવવા, બીજું, પ્રદૂષણ ઘટાડવું. છેલ્લાં પાંચ વર્ષોમાં, દિલ્હીની જનતા સાથે મળીને અમે 25 ટકા જેટલું પ્રદૂષણ ઘટાડ્યું છે. આપણે તે પ્રકારનો વિકાસ નથી માગતા જેમાં પ્રદૂષણ હોય, જેથી દિલ્હીનું ભવિષ્ય આપણે વધુ સારું બનાવવાનું છે અને તમારા બધાના સહકાર વિના આ શક્ય નથી.
તેમણે કહ્યું કે, આગામી 5 વર્ષમાં દિલ્હીમાં 5 લાખ નવા ઇલેક્ટ્રિકલ વાહનોની નોંધણી કરવાની યોજના છે. સરકાર ઇલેક્ટ્રિક સાયકલ માટે એક વર્ષમાં 200-દિવસ યુનિટ ચાર્જિંગ સ્ટેશન તૈયાર કરશે. ટુ વ્હીલર્સ અને ફોર વ્હીલર્સ પર ઇલેક્ટ્રિકલ વાહનો ખરીદનારાઓને સરકાર રાહત આપશે. વ્યાપારી વાહનોને પણ લોન પર વ્યાજ અને માર્ગ વેરામાં મુક્તિ મળશે. તેમણે કહ્યું કે, દિલ્હીમાં ઇલેક્ટ્રિકલ વાહન માટે ડેડીકેટેડ ફંડની જોગવાઈ છે. પરિવહન પ્રધાન અલગથી ઇલેક્ટ્રિકલ વ્હિકલ બોર્ડના અધ્યક્ષ રહેશે. ઉપરાંત, ઇલેક્ટ્રિકલ વાહનો માટે રોજગારની તકો ઉભી થશે, તો આ માટે યુવાનોને પણ તાલીમ આપવામાં આવશે.
કેજરીવાલે કહ્યું કે, છેલ્લા 2 વર્ષોમાં અમે આ પોલિસી વિશે ઘણી ચર્ચા કરી હતી. એર કન્ડિશન રૂમમાં બેઠેલા અધિકારીઓ દ્વારા બનાવેલી પોલિસી નથી. માત્ર દિલ્હી જ નહીં, પરંતુ દેશમાંથી જાણીતા લોકોને બોલાવ્યા અને જે સારી બાબત છે, તેને આ પોલિસીમાં મૂકવાનો પ્રયાસ કર્યો છે. અમારું લક્ષ્ય છે કે, 2024 સુધીમાં દિલ્હીમાં ઇલેક્ટ્રિકલ વાહનોની ઓછામાં ઓછી 25 ટકા નોંધણી કરવામાં આવે. આજે તે માત્ર 0.2 ટકા છે.
મુખ્યપ્રધાનએ કહ્યું કે, આજે ઇલેક્ટ્રિક વાહનો ખૂબ મોંઘા છે. સામાન્ય માણસ ખરીદી શકતા નથી. ટુ-વ્હીલર લેવા પર સરકાર 30000 રૂપિયા સુધીની ઇનસેન્ટિવ આપશે. કાર લેવા પર 1.5 લાખ રૂપિયા સુધીનું ઇનસેન્ટિવ મળશે. આ નીતિમાં, જૂના વાહનોના ભંગાર પર ઇનસેન્ટિવ આપવાનો ઉલ્લેખ છે. જો તમે પેટ્રોલ અને ડીઝલવાળા વાહનો આપીને ઇલેક્ટ્રિક વાહન લેશો, તો તે વાહન વાળા વ્યક્તિને ઇનસેન્ટિવ મળશે. દિલ્હીમાં ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવશે. યુવાનોને નોકરી મેળવવા માટે તાલીમ આપવામાં આવશે. મુખ્યપ્રધાનએ એમ પણ કહ્યું હતું કે, 5 વર્ષ બાદ વિશ્વભરમાં ઈલેકટ્રીકલ બેટલની ચર્ચા થશે. તેમાં દિલ્હીની ચર્ચા થવી જોઇએ, તે સરકારનો પ્રયાસ છે.