ETV Bharat / bharat

દિલ્હીની પટિયાલા કોર્ટે કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરની જામીનને વધારવાનો કર્યો ઇન્કાર

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર ઇશરત જહાંને આપેલી જામીનને વધારવાનો ઇન્કાર કર્યો હતો. કોર્ટે ઇશરત જહાંને આજે શુક્રવારે જેલ હવાલે થવા આદેશ આપ્યો હતો.

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરની જામીનને વધારવાનો કર્યો ઇન્કાર

author img

By

Published : Jun 19, 2020, 10:28 PM IST

નવી દિલ્હીઃ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે દિલ્હી હિંસા કેસમાં ધરપકડ કરાયેલા કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર ઇશરત જહાંને આપેલી જામીનને વધારવાનો ઇન્કાર કર્યો હતો. કોર્ટે ઇશરત જહાંને આજે જેલ હવાલે થવા આદેશ આપ્યો હતો. 30 મેના રોજ પટિયાલા હાઉસ કોર્ટે ઇશરત જહાંને લગ્ન કરવા 10 દિવસ માટે જામીન આપ્યા હતા.

સુનાવણી દરમિયાન ઇશરત જહાંના વકીલ લલિત વાલેચાએ કહ્યું કે, ઇશરત જહાંના લગ્ન થઇ ચૂક્યા છે. તેના પતિ સંબંધીના સંપંર્કમાં આવતા તેને કોરોનાનુ સંક્રમણ લાગ્યું હતું. આને કારણે, ઇશરતને સમાન્ય લક્ષણો આવ્યા હતા કોર્ટે આ મામલે તપાસ અધિકારી પાસેથી રિપોર્ટ માંગ્યો હતો. તપાસ અધિકારીના અહેવાલ મુજબ ઇશરતને સામાન્ય ફ્લૂ હતો. તે પછી અદાલતે ઇશરત જહાંને આજે જેલના હવાલે કરવાનો આદેશ આપ્યો હતો.

ઇશરત જહાં પર UAPA હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. 30 મેના રોજ કોર્ટે ઇશરતને 1 લાખ રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા હતા. કોર્ટે ઇશરતને 10 જૂનથી 19 જૂન સુધીના જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. સુનાવણી દરમિયાન ઇશરતના વકીલો તુષાર અનંત અને મનુ પ્રભાકરે કોર્ટને કહ્યું હતું કે, ઇશરતને ખોટા કેસમાં ફસાવવામાં આવી રહી છે. તેમણે કહ્યું હતું કે, FIR જોઈને સ્પષ્ટપણે દેખાઇ છે કે ઇશરત કોઈ હિંસામાં સામેલ ન હતી.

ઇશરત જહાં ઉપરાંત જામિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, આસિફ ઇકબાલ તન્હા, ગલ્લિફશા ખાટૂન, જામિયા કોઓર્ડિનેશન કમિટીના સભ્યો સફુરા જર્ગર, મીરાન હૈદર, જામિયા એલ્યુમની એસોસિએશનના પ્રમુખ શિફા ઉર રેહમાન, દિલ્હી હિંસા કેસમાં યુએપીએ હેઠળ આમ આદમી પાર્ટીના સસ્પેન્ડ કાઉન્સિલર તાહિર. હુસેન, ખાલિદ સૈફી, જેએનયુની વિદ્યાર્થીઓની નતાશા નરવાલ અને ઉમર ખાલિદ સામે કેસ નોંધવામાં આવ્યા છે. FIRમાં જણાવાયું છે કે, ઓમર ખાલિદ અને તેના સાથીઓએ લોકોને રમખાણ કરવા માટે ઉશ્કેર્યા હતા.

ગત 26 ફેબ્રુઆરીએ ઇશરત જહાંની ધરપકડ કરવામાં આવી હતી. ઇશરત વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા અને આર્મ્સ એક્ટની કલમ 109, 147, 148, 149, 186, 307, 332, 353 અને 34 હેઠળ FIR નોંધવામાં આવી છે. જગતપુરી પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટરના નિવેદન પર FIR નોંધવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા મુજબ ઇશરત જહાંએ ટોળાને ઉશ્કેર્યા હતા અને કહ્યું હતું કે અમે અહીંથી હટીશુ નહીં, પોલીસ કંઇપણ કરે તો પણ અમે આઝાદી લઈને રહેશુ. પોલીસના જણાવ્યા મુજબ ખાલિદ સૈફીએ ટોળાને કહ્યું હતું કે, જો પોલીસ પર પથ્થરમારો કરશે તો ટોળું ભાગશે. પોલીસના કહેવા મુજબ, 26 ફેબ્રુઆરીએ જગતપુરીમાં પોલીસ પર પથ્થરમારો થયો હતો અને ગોળીઓ પણ ચલાવવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.