નવી દિલ્હી: દક્ષિણ પૂર્વ દિલ્હીના શાહીન બાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ફર્નિચર માર્કેટની એક દુકાનમાં આગ લાગી હોવાના સમાચાર સામે આવ્યા છે. આગ ફર્નિચર માર્કેટમાં આવેલી એક દુકાનમાં લાગી છે. જ્યાં ફાયર બ્રિગેડની ગાડી સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.
મળતી માહિતી મુજબ રાત્રીના 9 વાગ્યે શાહીન બાગ ફર્નિચર માર્કેટની દુકાનમાં આગ ભભૂકી ઉઠી હતી. જેની જાણ થતા જ ફાયર બ્રિગેડની ગાડી સ્થળ પર પહોંચી હતી. પ્રારંભિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાઇ રહ્યું છે. આ ઘટના અંગે પોલીસે તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.