કર્ણાટક: કોવિડ -19 ના ફેલાવાને રોકવા માટે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનને કારણે, દેશભરમાં તમામ પ્રકારની પરિવહન સુવિધાઓ બંધ છે.
જો કે હૃદયની બીમારીથી પીડિત નવજાત બાળક ખાસ ફ્લાઇટમાં સુરતથી બેલગાવી પહોંચ્યો છે. સુરતથી ડોકટરોની ટીમ નવજાત બાળકને લઇને એક ખાસ ફ્લાઇટમાં સંબ્રા એરપોર્ટ પહોંચી છે.
સંબ્રા એરપોર્ટ પર પહોંચ્યા બાદ નવજાત બાળકને બેલગાવીની KLE મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યું છે. કોવિડ -19 ની માહામારીના સમયામાં ડોકટરો બાળકના જીવ બચાવવા માટે મહેનત કરી રહ્યા છે.
આરોગ્યની ઇમરજન્સીને ધ્યાનમાં લેતા, ડોકટરોની ટીમે બાળકને સારવાર આપવાની જવાબદારી લીધી છે. નવજાત બાળકની સાથે ડોકટરો પણ હ્રદયની સારવાર માટે બેંગલુરુની ખાસ ફ્લાઇટમાં હતા.
જો કે આ સ્પેશિયલ ફ્લાઇટ પહેલા બેંગલુરુ આવી છે, ત્યારબાદ બાળકીને KLE હોસ્પિટલ, બેલાગવી ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.