કાઠમાંડૂ : નેપાળના કેબલ ટેલિવિઝન પ્રૉવાઈડર્સે જણાવ્યું કે, દેશમાં દૂરદર્શનને છોડી ભારતીય સમાચાર ચેનલો માટે સિગ્નલ બંધ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ નિર્ણય નેપાળ સરકારનો નથી. આ સમગ્ર માહિતી વિશે નેપાળ સરકાર તરફથી કોઈ અધિકારીક નિવેદન સામે આવ્યું નથી. નેપાળના કેબલ ઑપરેટરોએ ભારતીય ન્યૂઝ ચેનલોના પ્રસારણ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે. રસપ્રદ વાત એ છે કે, પ્રતિબંધ માત્ર સમાચાર ચેનલ માટે છે મનોરંજન ચેનલ માટે નહી.
એક અધિકારીએ ઈટીવી ભારતને જણાવ્યું કે, માત્ર કેબલ ઑપરેટરોનું માનવું છે કે, ભારતીય ટેલીવિઝન પર રજુ થનારા સમાચાર નેપાળ સરકાર, નેપાળી લોકો અને સંસ્કૃતિનું અપમાન કરે છે. અમારા નકશાનું સન્માન કરતા નથી. નેપાળના મોટાભાગના લોકોની ભાવના એ છે કે, ભારત અમારા પ્રત્યે ભાઈચારાનુ વલણ રાખે છે. તેમણે કહ્યું કે, બની શકે કે, સરકારે દબાવમાં આવી આ પગલું લીધું હોઈ શકે.
નેપાળી મીડિયાએ જણાવ્યું કે, સરકારના પ્રવકતા ડૉ. યુવરાજ ખાતિવાજાએ એક સંવાદદાતા સંમેલનમાં જોહેરાત કરી હતી કે, સરકાર ભારતીય માધ્યમો સામે રાજકીય અને કાનૂની પગલાં લેશે. ભારતીય મીડિયા દ્વારા નેપાળ વિશે ફેલાયેલી ખોટી માહિતીને રોકવી પડશે.
નેપાળની એક ચેનલ મૈક્સ ટીવીના ઑપરેટર ધ્રૂબા શર્માએ આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે, અમે આજ રાત્રેથી ભારતીય ચેનલોનું સિગ્નલ બંધ કર્યું છે.આ પહેલા પૂર્વ નાયબ વડાપ્રધાન અને સત્તારુઢ નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટી (NCP)ના પ્રવક્તા નારાયણ કાજી શ્રેષ્ઠે કહ્યું હતુ કે, ભારતીય મીડિયાએ નેપાળ સરકાર અને વડાપ્રધાન કેપી શર્મા ઓલી વિરુદ્ધ આધારહિન પ્રચાર રોકવો પડશે.
ભારતીય સેના પ્રમુખ મુકુંદ નરવણે નેપાળની આપત્તિ પાછળ એક ત્રીજો દેશ થવાના સંકેત આપ્યા હતા. ગત મહિને નેપાળના સાંસદે દેશના સંવિધાનમાં એક સંશોધન લાવ્યા હતા. જેમાં લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરાને નેપાળના સંપ્રભુ વિસ્તારના ભાગ તરીકે જાહેર કર્યો હતો.
ભારત-ચીન સરહદ વચ્ચે અથડામણના કારણે ભારતે 255 કિલોમીટર લાંબા સરહદ માર્ગનું નિર્માણ કર્યુ છે. જે શ્યોક ગામની દૌલત બેગ ઓલ્ડીને જોડે છે.