નવી દિલ્હી: દેશમાં કોરોનાને ફેલાતો અટકાવવા 25 માર્ચથી 21 દિવસ સુધી સમગ્ર દેશમાં લોકડાઉન કરાયુ છે. જેના લીધે ઘણી બધી પરીક્ષાઓ રદ કરી દેવાઈ છે. જેમાં NEET અને JEEનો પણ સમાવેશ થાયછે.
રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીના જણાવ્યા પ્રમાણે હવે પછી મે મહિનાના અંતમાં આ પરીક્ષાઓ લેવાશે. પહેલા આ પરીક્ષા 3 મેના રોજ લેવાનાર હતી.