આ પહેલા NCPના વરિષ્ઠ નેતા નવાબ મલિકે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનના પદને લઈને મહત્વની વાત કહી હતી. તેમણે કહ્યું કે, આ સવાલ વાંરવાર પુછવામાં આવે છે કે, શિવસેનાના મુખ્યપ્રધાન બની ગયા ? CM પદને લઈને જ શિવસેના અને ભાજપાની વચ્ચે વિવાદ થયો હતો. તો નિશ્ચિત રૂપથી CM શિવસેનાનો જ હશે. આ સાથે જ તેઓએ કહ્યુ કે, શિવસેનાને અપમાનિત કરવામાં આવ્યા હતાં. તેમનું સ્વાભિમાન જાળવી રાખવું તે અમારી જવાબદારી બને છે.
NCPના પ્રમુખ શરદ પવારે મહારાષ્ટ્રમાં વચગાળાની ચુંટણીને નકારતા કહ્યુ કે, રાજ્યમાં શિવસેના, NCP અને કોંગ્રેસની સરકાર બનશે અને પાંચ વર્ષનો કાર્યકાળ પણ પુર્ણ કરશે. હાલ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન છે. વધુમાં કહ્યુ કે, ત્રણેય પાર્ટીઓ સ્થાયી સરકાર બનાવવા ઈચ્છે છે. જેમાં વિકાસ મોખરે છે.
પવારે પત્રકારોને કહ્યુ કે, વચગાળાની ચુંટણીની કોઈ સંભાનવા નથી. અહીં સરકાર બનશે અને પુરા પાંચ વર્ષ ચાલશે.