ETV Bharat / bharat

અર્જુન રાપલાનની ગર્લફ્રેન્ડ ગૈબ્રિએલાની ફરી એકવાર NCB કરી રહી છે પૂછપરછ - બોલિવુડના તાજા સમાચાર

NCB તરફથી સમન્સ મળ્યા બાદ અભિનેતા અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સ ગુરુવારે બીજી વખત તપાસ એજન્સીની ઓફિસ પહોંચી હતી. અહીં ડ્રગ્સના કેસમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

અર્જુન રાપલાનની ગર્લફ્રેન્ડ ગૈબ્રિએલાની ફરી એકવાર  NCB પુછપરછ  કરી રહી છે

author img

By

Published : Nov 12, 2020, 2:10 PM IST

  • અર્જુન રાપલાનની ગર્લફ્રેન્ડ ગૈબ્રિએલાની NCB કરી રહી છે પુછપરછ
  • બુધવારે પણ કરી હતી પુછપરછ
  • અર્જુન રામપાલના ધરે પણ NCBએ દરોડા પાડ્યા હતા
  • ફિલ્મ નિર્માતા ફિરોઝ નડિયાદવાલાનું નામ પણ ડ્રગ્સમાં જોડાયું

મુંબઇ: દક્ષિણ આફ્રિકાની મોડેલ અને અભિનેતા અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગેબ્રીલા ડેમેટ્રિએડ્સ ગુરુવારે ફરી એકવાર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો ઓફિસ પહોંચી હતી. અહીં NCBની ટીમ તેની પૂછપરછ કરી રહી છે. આ પહેલાં બુધવારે બૉલિવૂડ-ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહીમાં રોકાયેલી NCBએ ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સને લગભગ છ કલાક પૂછપરછ માટે બોલાવવામાં આવી છે.

અર્જુન રામપાલના ધરે પણ NCBએ દરોડા પાડ્યા હતા

વધુમાં જણાવીએ તો, ડેમેટ્રાઇડ્સ બૉલિવૂડ એક્ટર અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ છે. જેના ઘરે સોમવારે NCB દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. રામપાલને પણ પૂછપરછ માટે NCB દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે, જ્યારે તેની ગર્લફ્રેન્ડના ભાઈ એજિસિલોસ ડેમેટ્રએડ્સની ડ્રગ્સના કેસમાં ધરપકડ કરવામાં આવી છે.

ફિલ્મ નિર્માતા ફિરોઝ નડિયાદવાલાનું નામ પણ ડ્રગ્સમાં જોડાયું

રવિવારે જુહુમાં દિગ્ગજ બૉલિવૂડ ફિલ્મ નિર્માતા ફિરોઝ નડિયાદવાલાના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત ફિરોઝની પત્ની શબાનાની પણ ધરપકડ કરવામાં આવી હતી. જેમને સોમવારે જામીન આપવામાં આવ્યા હતા.

સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુ બાદ ડ્રગ્સ એંગલની શરુઆત

સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુ બાદ ડ્રગ્સ એંગલ આવતા સમગ્ર બૉલિવૂડમાં અરાજકતાનો માહોલ છે. બૉલિવૂડની અનેક હસ્તીઓ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના રડાર પર આવી છે. હાલમાં NCBએ બૉલિવુડ અભિનેતા અર્જુન રામપાલ અને તેની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સને નિશાન બનાવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.