ચાઇબાસાઃ ઝારખંડના પશ્ચિમી સિંહભૂમ જિલ્લામાં આવેલા ચાઈબાસામાં નક્સલવાદીઓએ શવિવારે આતંક મચાવ્યો હતો. કોલ્હન વન મંડલ ચાઇબાસા અંતર્ગત આર્વતા ફોરેસ્ટ ગાર્ડ હાઉસમાં નક્સલીઓએ વિસ્ફોટ કર્યો હતો જેના લીધે ભવનમાં પાર્ક કરેલી કારમાં આગ લાગી હતી.
ઘટનાને અંજામ આપ્યા બાદ નકસલવાદીઓએ કેટલીક જગ્યાઓએ પોસ્ટરો પણ લગાવ્યાં હતા. પોસ્ટરોમાં જણાવવામાં આવ્યુ હતુ કે, જંગલ, પર્વત અને પાણી પર લોકોનો અધિકાર છે. જો કોઈ તેના પર કબજો કરશે તો, લાંબા સમય સુધી યુદ્ધ ચાલુ રહેશે.
થોડા સમય પહેલા નક્સલવાદીઓના એક સાથીનું આઈઈડી બ્લાસ્ટમાં મોત થયું હતું. જેનો બદલો લેવા માટે નક્સલીઓ આ પ્રકારની ઘટનાઓને અંજામ આપતા રહે છે.