નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધનને કહ્યું છે કે, પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીએ કોવિડ-19ની એન્ટિબોડીઝ શોધવા માટે સ્વદેશી માનવ પરીક્ષણ કીટ સફળતાપૂર્વક વિકસાવી છે. કોરોના વાઈરસથી દેશમાં દહેશત મચી ગઈ છે. દેશમાં કોરોના વાઈરસના કેસ વધતા જાય છે. ભારતે કોરોના વાઈરસની તપાસને લગતી મોટી સફળતા હાંસલ કરી છે. ભારતે કોવિડ -19 ની એન્ટિબોડી તપાસ કિટ વિકસાવી છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) અને પુણેમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (એનઆઈવી)એ કોવિડ-19ની એન્ટિબોડીઝ શોધવા માટે સ્વદેશી આઇજીજી એલિસા પરીક્ષણ 'કોવિડ કવચ એલિસા' વિકસાવી છે.
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધને કહ્યું છે કે, પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીએ કોવિડ -19 ની એન્ટિબોડીઝ શોધવા માટે પ્રથમ સ્વદેશી એન્ટી સાર્સ-સીઓવી-2 માનવ આઇજીજી એલિસા પરીક્ષણ સફળતાપૂર્વક વિકસાવી છે.