નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યુ હતું કે, લૉકડાઉન દરમિયાન જરૂરી સેવા માટે દરેક રાજ્યમાં હેલ્પલાઈન નંબર શરુ કરાશે. આ તકે વધુમાં માહિતી આપતા જણાવ્યું હતુ કે, કેટલાક રાજ્યોએ હેલ્પલાઈન નંબર શરૂ પણ કરી દીધો છે.
વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર તમામ સ્થિતિ ઉપર નજર રાખી રહી છે. કેબિનેટની બેઠકમાં પણ સોશિયલ ડિસ્ટેસિંગનું ધ્યાન રખાયું હતું. પ્રધાનો એકબીજા વચ્ચે ચોક્કસ અંતર રાખીને બેઠા હતા.