લૂનર રિકોનસન્સ ઓર્બિટર (એલઆરઓ)ના પ્રોજેક્ટ વૈજ્ઞાનિક નોઆહ એડવર્ડ પેટ્રોએ ઇ-મેલ દ્વારા જણાવ્યું કે, 'એલઆરઓ મિશન દ્વારા 14 ઓક્ટોબરના રોજ ચંદ્રયાન -2 વિક્રમ લેન્ડરના ફોટોઝ ક્લિક કરાયા હતાં. પરંતુ, કોઈ જ માહિતી મળી ન હતી.
પીટ્રોએ જણાવ્યું કે, કેમેરા ટીમે ખુબ જ ધ્યાનથી આ ફોટોનું નિરીક્ષણ કર્યું છે. તેમજ લેન્ડિંગના પ્રયાસ પહેલાંના ફોટો અને 14 ઓક્ટોબરના રોજ લેવામાં આવેલા ફોટા વચ્ચે તુલના પણ કરવામાં આવી હતી. પરંતુ, વિક્રમ લેંડર વિશે કોઈ જ માહિતી મળી નથી.