અધિકારીએ જણાવ્યુ છે કે, અન્ય એક-બે દિવસમાં એક કરોડ ખેડૂતો સુધી આ લાભ પહોંચાડવામાં આવશે.
કેન્દ્ર સરકારે નાણાકિય વર્ષ 2019-20ના વચગાળાના બજેટમાં પીએમ કિસાન યોજનાની જાહેરાત કરી હતી. યોજના આ જ નાણાકિય વર્ષથી લાગુ કરવામાં આવશે, માર્ચ મહિનાના અંતમાં ખેડૂતોને 2000 રૂપિયાનો પહેલો હપ્તો આપી દેવામાં આવશે. ખેતી ક્ષેત્રે આવતી તકલીફો માટે આ એક સારો પ્રયાસ છે.
ખાદ્યઅન્નની વધુ ખેતીના કારણે ખેડુતોને તેમના પાકના યોગ્ય ભાવ મળી શકતા નથી. તલ, કપાસ, શેરડી અને બાગાયતી ખેતી કરતા ખેડૂતોની આ મુખ્ય સમસ્યા છે. શનિવારે કેન્દ્ર કૃષિ મંત્રાલયથી જાહેરાત કરવામાં આવી છે કે, નાના અને સીમાંત ખેડૂતો માટે આ યોજનાની શરૂઆત કરી દેવામાં આવી છે.
જેમાં ઉત્તર પ્રદેશ અને કર્ણાટકના સહિત 14 રાજ્યોના એક કરોડથી વધુ ખેડૂતોને તેમના લાભનો રૂપિયા 2000નો હપ્તો મોકલી દેવામાં આવશે.