પટના: ભારત-ચીન સરહદ વચ્ચે તણાવની પરિસ્થિતી ચાલી રહી છે. આ વચ્ચે કેન્દ્ર સરકારે ચીની કંપનીઓ સાથે અનેક કરાર રદ્દ કર્યા છે. તેની અસર બિહારમાં પણ જોવા મળી રહી છે. પટનામાં ગાંધી સેતુની સમાંતર બનાવવામાં આવતા પુલ માટે સરકારે ચીની કંપનીઓ પાસેથી કરાર રદ્દ કર્યા છે.
ભારત અને ચીન વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ દેશવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યાં બીજી બાજુ દેશમાં ચીની ચીજોનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
માર્ગ નિર્માણ પ્રધાન નંદ કિશોર યાદવે કહ્યું કે, કેન્દ્ર સરકારે ગંગા નદી પરના પુલની ચીની કંપનીઓને મહાત્મા ગાંધી સેતુની સમાંતર બનવા માટે આપેલા કરારને સમાપ્ત કર્યો છે. તેમણે કહ્યું કે આપણે ક્યારેય આપણા દેશના સન્માન સાથે સમાધાન કરી શકતા નથી. ચીન, જે દેશ તરફ ખરાબ નજર રાખે છે, તેનો હવે જવાબ આપવામાં આવશે.
નંદ કિશોર યાદવે કહ્યું કે, દેશ કોઈપણ કિંમતે ચીનની ચીજો અને તેમની એજન્સીઓ સાથે સમાધાન કરી શકે નહીં. આ પુલનું ટેન્ડર 31 જુલાઈ સુધીમાં બીજી એજન્સીને આપવામાં આવશે. ઉત્તર અને દક્ષિણ બિહારને જોડતા મહાત્મા ગાંધી સેતુના સમાંતર પુલ માટેનો કરાર એજન્સીઓ દ્વારા મળીને લેવામાં આવ્યો હતો. તેમાંથી 2 એજન્સીઓ ચીનની છે, તેથી સરકારે ટેન્ડર રદ કર્યું છે.