દિલ્હી: કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. તેના કારણે પોલીસ હજી પણ પોતાના કાર્યમાં સક્રિય છે શનિવારના રોજ બકરી ઈદના તહેવાર પર ઇદ-ઉલ-અઝહાની નમાજ માટે સવારે 8 વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો. જોકે નમાઝ સોશિયલ ડિસ્ટન્સ સાથે સવારે 6:00 વાગ્યે જ પૂર્ણ કરવામાં આવી હતી.
દિલ્હી પોલીસના સહયોગથી લોકોની ભીડના એકઠી ન થાય તે માટે નમાઝનો સમય બદલવામાં આવ્યો હતો. વિકાસ નગરની મક્કી મસ્જિદમાં બકરી ઈદના નમાજ માટે સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. તેનો એક જ હેતુ હતો કે મસ્જિદમાં લોકો એકઠા ન થાય અને આ નિર્ણય મસ્જિદ કમિટી અને પોલીસે મળીને કર્યો હતો તેના પાછળનું મોટું કારણ એ હતું કે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને છેલ્લા 3 દિવસમાં પોઝિટિવ કેસની વધુ ને વધુ સંખ્યા સામે આવી રહી છે.
મસ્જિદ સમિતિ અને પોલીસ દ્વારા નમાઝના સમયમાં ફેરફાર કરવાનો આ નિર્ણય લેવામાં આવ્યો છે તે ખરેખર પ્રશંસાને લાયક છે. જેથી લોકો કોરોના સંક્રમણથી બચી શકે અને તહેવારની ખુશી માણી શકે.