ETV Bharat / bharat

“નમસ્તે ટ્રમ્પ” - આ વખતે અમદાવાદમાં - Gujarat Welcome Trump

અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ 24 અને 25 ફેબ્રુઆરી બે દિવસ માટે ભારતની મુલાકાતે આવી રહ્યા છે. તેમની સાથે તેમના પત્ની મેલાનિયા પણ હશે અને તેઓ સીધા જ અમદાવાદ આવી પહોંચશે, જ્યાં તેમનું સ્વાગત અગાઉ ક્યારેય ના જોવા મળી હોય તેવી સાંસ્કૃતિક ઝલક સાથે કરવામાં આવશે. ભારતની મુલાકાત વિશે 12 ફેબ્રુઆરીએ વૉશિંગ્ટનમાં જાહેરાત કરતી વખતે તેમણે ખુશખુશાલ થઈને કહ્યું હતું કે તેમના સ્વાગત માટે લાખો લોકો ઉમટી પડવાના છે. અમદાવાદના એરપોર્ટથી મોટેરામાં નવા બનેલા સરદાર પટેલ સ્ટેડિયમ સુધી તેમનો રોડશૉ યોજાવાનો છે અને સ્ટેડિયમમાં એક લાખથી વધુની મેદનીને તેઓ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન પણ કરવાના છે.

“નમસ્તે ટ્રમ્પ” - આ વખતે અમદાવાદમાં
“નમસ્તે ટ્રમ્પ” - આ વખતે અમદાવાદમાં
author img

By

Published : Feb 19, 2020, 2:56 PM IST

બાદમાં નવી દિલ્હી પહોંચશે અને ત્યાં અગત્યનો એવો વેપાર કરાર અને સંરક્ષણ ક્ષેત્રે શસ્ત્રોની ખરીદી માટેના કેટલાક કરારો પણ થશે. બંને નેતાઓ વચ્ચેની વાતચીતમાં ઘણા બધા દ્વિપક્ષી મુદ્દાઓ, તથા બંને દેશોને સ્પર્શતા પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા થશે. નોંધપાત્ર બાબત એ છે કે ભારત અને અમેરિકા વચ્ચે ઉચ્ચ કક્ષાની 60 પ્રકારની વાટાઘાટો ચાલી રહી છે. તેમાં (વિદેશ અને સંરક્ષણ પ્રધાનો વચ્ચેની) “2+2 પ્રધાન કક્ષાની વાટાઘાટ”નો પણ સમાવેશ થાય છે. ડિસેમ્બર 2019માં આ વાટાઘાટનો દ્વિતિય તબક્કો વૉશિંગ્ટનમાં યોજાયો હતો.

જૂન 2016માં ભારત અને અમેરિકાએ "વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી" માટે સમજૂતિ કરી હતી. અમેરિકાએ ભારતને “મહત્ત્વના સંરક્ષણ સાથીદાર”નો દરજ્જો પણ આપ્યો હતો. અમેરિકાના બીજા નીકટના સાથીઓની લગભગ સમક્ષક આ દરજ્જો છે. 2005 સુધીના 40 વર્ષોમાં ક્યારેય ભારતે અમેરિકામાંથી કોઈ શસ્ત્રો ખરીદ્યા નહોતા. તે પછીના આ 15 વર્ષોમાં અમેરિકા ભારતનું બીજા નંબરનું સૌથી મોટું સંરક્ષણ સાથીદાર બન્યું છે. ભારતને અત્યાર સુધીમાં 18 અબજ ડૉલરથી વધુ મૂલ્યના જુદા જુદા ઉપકરણો અને પ્લેટફોર્મ્સ અમેરિકાએ વેચ્યા છે. આવા વધુ શસ્ત્રો સોદા થવાની તૈયારીમાં છે.

તેથી એવું માનવાનું અઘરું લાગે છે કે 1971માં પ્રેસિડેન્ટ નિક્સને અમેરિકાના નૌકા દળના સાતમાં કાફલાને ભારત તરફ મોકલ્યો હતો. વિમાનવાહક જહાજ યુએસએસ એન્ટપ્રાઇઝની આગેવાની હેઠળનો આ કાફલો બંગાળના અખાત તરફ રવાના કરાયો હતો, જેથી ભારતને ડારી શકાય અને પાકિસ્તાની સેના સામે લડી રહેલા બાંગ્લાદેશી મુક્તિવાહિનીના લડવૈયાઓને સહાય ના કરે. એટલું જ નહિ, તે વખતે અમેરિકાએ નવા નવા મિત્ર બનેલા ચીનને પણ ભારત સામે મોરચો ખોલવા માટે ઉશ્કેરવાની કોશિશ કરી હતી.

મે 1998માં ભારતે અણુ પરિક્ષણ કર્યું તે પછી ભારત સામે પ્રતિબંધો મૂકવાની બાબતમાં અમેરિકાએ જ આગેવાની લીધી હતી. જોકે ભારતના તે વખતના વિદેશ પ્રધાન જશવંત સિંહ અને અમેરિકાના નાયબ મુખ્ય પ્રધાન સ્ટ્રોબ ટેલ્બોટ વચ્ચે 1998થી 2000 સુધીમાં સાત દેશોમાં 14 વાર મુલાકાતો યોજાઈ હતી. તે મુલાકાતોને કારણે ઉલટાની પરિસ્થિતિ બદલાઈ અને સંબંધો સુધારવા માટેની એક નવી તક ઊભી થઈ. માર્ચ 2002માં પ્રમુખ બિલ ક્લિન્ટને પાંચ દિવસ માટેની ભારત મુલાકાત લીધી. 22 વર્ષના ગાળા પછી અમેરિકન પ્રમુખે ભારતની મુલાકાત લીધી હતી અને તેના કારણે ભારત તથા અમેરિકાના સંબંધોમાં નવો વળાંક આવ્યો હતો. ત્યાર પછી બંને દેશોએ પાછું વાળીને જોયું નથી.

પ્રમુખ બુશે પણ ભારતને અણુસમજૂતિમાં પરત લાવવા માટે ભરપુર પ્રયાસો કર્યા હતા. તેમણે જાતે જ ચીનના તે વખતના પ્રમુખ હૂ જિન્તાઓને ફોન કર્યો હતો અને ભારતની બાબતમાં તેમના વિરોધને ખ્યાલ આવ્યો હતો. ભારત સામેનો તે સૌથી છેલ્લો અવરોધ હતો અને તે પણ આ રીતે દૂર થઈ શક્યો હતો. તેના કારણે ભારતને આખરે ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપ (NSG) તરફથી 6 સપ્ટેમ્બર 2008ના રોજ મંજૂરી મળી હતી. તે અગાઉ ત્રીજી માર્ચ 2006ના રોજ નવી દિલ્હીમાં તેમણે કહ્યું હતું કે “અમેરિકા અને ભારત ... અગાઉ ક્યારેય નહોતો એટલા આજે નજીક આવ્યા છે અને બે લોકશાહી દેશો વચ્ચેના સંબંધો દુનિયામાં પરિવર્તન લાવી શકવા માટે સક્ષમ છે.”

નવેમ્બર 2010માં ભારતની મુલાકાતે આવેલા પ્રમુખ ઓબામાએ ભારતીય સંસદમાં સંબોધન કર્યું હતું. તે વખતે તેમણે ખાતરી આપી હતી કે ભારતને સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિમાં કાયમી સ્થાન આપવા માટે સમર્થન આપશે. તેમણે કહ્યું હતું કે “એશિયા અને દુનિયાભરમાં, ભારત માત્ર ઉપસી રહ્યું છે એવું નથી, ઉપસી આવ્યું છે.” એવું માનવામાં આવે છે કે ઑગસ્ટ 1950માં અમેરિકાએ ભારતને સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિમાં સ્થાન આપવા માટેની ઓફર કરી હતી, પરંતુ વડા પ્રધાન નહેરુએ સભ્ય તરીકે સામ્યવાદી દેશ ચીન વધારે લાયક છે તેમ માન્યું હતું.

ટૂંકમાં કહી શકાય કે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં ધરમૂળથી ફેરફારો થયા છે અને બે વિખૂટા પડેલા લોકશાહી દેશો ફરી સારા દોસ્ત બન્યા છે. આવું 180 ડિગ્રીનું પરિવર્તન કેવી રીતે આવ્યું? તેમાં એકથી વધુ કારણો જવાબદાર છે. બંને દેશો વચ્ચે લોકતાંત્રિક પ્રણાલીઓ અને બાહુલ્યનું મૂલ્ય છે, ભારતનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે, બહુ મોટી ભારતીય બજાર તૈયાર થઈ છે અને ભારતીય મૂળના લોકોનું પ્રભુત્વ અમેરિકામાં વધ્યું છે. ભારતના ઉદયને અમેરિકામાંથી પણ આવકાર મળી રહ્યો છે, કેમ કે લાંબા ગાળે પણ ગમે તેવી સ્થિતિમાં બંને દેશોના હિતો બહુ સમાન રહેવાના છે.

કેટલીક મજબૂરીઓ પણ છે, જેમ કે વિસ્તારવાદી ચીન બહુ ઝડપથી મજબૂત બની ગયું છે. તે પ્રસ્થાપિત ભૂ-રાજકીય સ્થિતિ સામે પડકાર ફેંકી રહ્યું છે અને સમગ્ર પરિપ્રેક્ષ્ય બદલાઈ રહ્યો છે. વિશ્વની મહા સત્તા તરીકે અમેરિકા સામે ચીન પડકાર ફેંકી રહ્યું છે ત્યારે તેની સામે સંતુલન માટે ભારતની ક્ષમતાને જોવામાં આવી રહી છે.

-વિષ્ણુ પ્રકાશ, ભૂતપૂર્વ રાજદ્વારી, વિદેશી બાબતોના નિષ્ણાત અને લેખક

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.