હૈદરાબાદ: 12 જુલાઈ, 1982 ના રોજ , નેશનલ બેન્ક ફોર એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ એક્ટ 1981 ને અમલમાં મૂકવા માટે નાબાર્ડની સ્થાપના કરવામાં આવી હતી. તેની સ્થાપના બી. શિવરામન સમિતિની ભલામણોના આધારે કરવામાં આવી હતી. જેતે વખતે નીચે જણાવેલા બે વિભાગો કાર્યરત હતા તેના સ્થાને નાબાર્ડને અમલમાં મુકવામાં આવ્યુ હતું.
- ભારતીય રિઝર્વ બેંકના કૃષિ ધિરાણ વિભાગ અને ગ્રામીણ આયોજન અને ધિરાણ સેલ
- કૃષિ પુનર્ધિરાણ અને વિકાસ નિગમ
નાબાર્ડની અધિકૃત મૂડી છ વખત વધારવામાં આવી હતી; શરૂઆતમાં માત્ર 100 કરોડ રૂપિયા જ જાળવી રાખવામાં આવ્યા હતા જેને વધારી ને 30,000 કરોડ રૂપિયા કરવામાં આવ્યા હતા. ભારત સરકાર ભરપાઇ કરેલ મૂડી માં 100% હિસ્સો ધરાવે છે, જે રૂ .6,700 કરોડ છે.
આંતરરાષ્ટ્રીય આનુષંગિકો પણ નાબાર્ડ ને નાણાકીય સહાય આપે છે અને સલાહ આપે છે. વિશ્વ બેંક સાથે સંકળાયેલ સંગઠનો અને અન્ય ગ્રામીણ અને કૃષિ વિકાસલક્ષી એજન્સીઓ, ગ્રામીણ લોકોના ઉત્થાન માટે તેની સાથે કાર્ય કરે છે.
નાબાર્ડનાં ઉદ્દેશો
- નાબાર્ડ ખેતી માટે પુનર્ધિરાણ સહાય પૂરી પાડે છે, ગ્રામીણ વિકાસ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે. તે નાના ઉદ્યોગોને તમામ જરૂરી નાણાં અને સહાય પૂરી પાડે છે.
- રાજ્ય સરકારો સાથે ના સંકલનમાં નાબાર્ડ કૃષિ પ્રદાન કરે છે.
- નાબાર્ડ કૃષિ પ્રવૃત્તિઓ ને પ્રોત્સાહન આપીને નાના અને લઘુ સિંચાઇમાં સુધારો કરે છે.
- નાબાર્ડ કૃષિ, ગ્રામીણ ઉદ્યોગોમાં સંશોધન અને વિકાસ કરે છે.
- નાબાર્ડ કૃષિ ઉત્પાદનમાં સામેલ વિવિધ સંસ્થાઓને તેમની મૂડીમાં ફાળો આપી ને પ્રોત્સાહન આપે છે.
આમ, નાબાર્ડના ઉદ્દેશો ત્રણ મુખ્ય મથાળા હેઠળ લાવી શકાય છે:
- ધિરાણ કાર્ય.
- વિકાસ કાર્ય.
- પ્રોત્સાહન કાર્ય
લોકડાઉન અને કોવીડ - 19
ભારતમાં કોવીડ-19 રોગચાળો ફાટી નીકળવા ના લીધે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનથી આર્થિક પ્રવૃત્તિ સંપૂર્ણ સ્થિર થઈ ગઇ છે. કટોકટી ના આ સમય દરમિયાન, જ્યારે અર્થતંત્રના મોટાભાગ ના ક્ષેત્રો મંદીનો માહોલ છે, ત્યારે કૃષિ ક્ષેત્ર આશા ની કિરણ બન્યો છે અને દેશની આર્થિક પરિસ્થિતિ ની સુધારવા તરફ દોરી જવાની ખાતરી આપે છે.
કોરોના વાઇરસ પ્રેરિત મંદીથી સૌથી ઓછા અસરગ્રસ્ત ક્ષેત્ર તરીકે, કૃષિ ક્ષેત્ર ને માત્ર પુન પ્રાપ્તિ ની પ્રક્રિયા માં જ લાભ જ નહી , પરંતુ વિકાસ અને ઉન્નત ખેડૂત કલ્યાણ ના નવા યુગમાં કૂદકો લગાવવા ની તક મળી શકે છે.
એક વાત વ્યાપકપણે સ્વીકારવામાં આવે છે કે વાવણી સમયે સમયસર અને સારી ગુણવત્તાવાળી આવક મેળવવા માટે ધિરાણનું ખુબ જ મહત્વ છે જે લણણી દરમિયાન પાકના સંચાલનમાં નોંધપાત્ર ફેરફાર કરી શકે છે.
નાબાર્ડ દ્રારા લોન વિતરણ
- નાબાર્ડ દ્વારા આત્મનિર્ભર અભિયાન પેકેજ
- નાબાર્ડ દ્વારા ખેડૂતો માટે વધારા રૂ 30,000 કરોડ ની ઇમર્જન્સી વર્કિંગ કેપિટલ ફંડિંગ
- નાના અને સીમાંત ખેડુતો સાથે અપૂરતા નાણાકીય સંસાધનો
- આરઆરબી અને ગ્રામીણ સહકારી બેન્કો ક્રેડિટ માટે નું મુખ્ય સ્રોત છે
- નાબાર્ડ ગ્રામિણ સહકારી બેંકો અને આર.આર.બી ની પાક લોન ની આવશ્યકતા માટે રૂ. 300,000 કરોડ ની ફાળવણી કરશે.
- આ રકમ વર્ષ દરમ્યાન સામાન્ય પુનર્ધિરાણ માર્ગ દ્વારા નાબાર્ડ દ્વારા પ્રદાન કરવામાં આવનારા રૂ. 900,000 કરોડ ના ઉપર ની છે
- 33 રાજ્ય સહકારી બેંકો, 35ક1 જિલ્લા સહકારી બેંકો અને 43 આર.આર.બી ને તેમના ધિરાણના આધારે ‘ફ્રન્ટ લોડ ઓન-ટેપ’ સુવિધા ઉપલબ્ધ કરાવે છે .
- લગભગ ત્રણ કરોડ ખેડુતો - મોટે ભાગે નાના અને સીમાંત ખેડુતોને લાભ પહોંચાડવા માટે .
- મે / જૂનમાં લણણી પછી (રબી) અને વર્તમાન ખરીફ જરૂરિયાતને પહોંચી વળવા માટે .
કોવિડ 19 રોગચાળા દરમિયાન નાબાર્ડ પુનર્ધિરાણ એસ.એફ.બી
નાબાર્ડ દ્વારા માર્ચ 2020 માં સહકારી બેંકો અને આર.આર.બી ને 29,500 કરોડ રૂપિયા નું પુનર્ધિરાણ પૂરૂ પાડવામાં આવ્યુ છે. આજ મહિના દરમિયાન, ગ્રામીણ માળખાગત વિકાસ માટે રાજ્યોને રૂ .4,200 કરોડ ની સહાય પૂરી પાડવામાં આવી છે.
માર્ચ 2020 થી કૃષિ પેદાશો ની ખરીદીમાં સામેલ રાજ્ય સરકાર ની કંપનીઓ માટે રૂ. 6,700 કરોડની કાર્યકારી મૂડી મર્યાદા ને પણ મંજૂરી આપવામાં આવી છે.
નેશનલ બેન્ક ફોર એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ) એ ખેડૂતો, નાના વ્યાપાર એકમો અને સૂક્ષ્મ ઉદ્યોગોને ટૂંકા ગાળા નું ધિરાણ પૂરૂ પાડવા માટે અને તેમના સંસાધનોમાં વધારો કરવા માટે લઘુ ધિરાણ બેંકો (એસએફબી) માટે પુનર્ધિરાણ આપવાનો નિર્ણય કર્યો છે.
આ પગલું મહત્વનું છે કારણ કે આ એવા સમયે છે કે જ્યારે કોવિડ -19 રોગચાળાને પહોંચી વળવા માટે 25 માર્ચથી લાદવામાં આવેલ 21-દિવસીય રાષ્ટ્રવ્યાપી લોકડાઉનના અને અને ક્રમિક મંદી જે નાણાકીય વર્ષ 19 ના પ્રથમ ત્રિમાસીક થી શરૂ થઈ હતી તેની અસર હેઠળ જમીની સ્તર ના લોકો છે.
નાબાર્ડના પુનર્ધિરાણ સહાયથી એસ.એફ.બી ની કહેવાતા અગ્રતા ક્ષેત્રમાં ધિરાણ આપવાની ક્ષમતામાં વધુ વધારો થવાની અપેક્ષા છે, જેમાં ખેડૂત, નાના ધંધા એકમો અને સૂક્ષ્મ સાહસો નો સમાવેશ થાય છે, અને લોકડાઉન અને મંદીના પ્રભાવો ને ઘટાડવામાં મદદ કરશે.
એસ.એફ.બી એ અગ્ર ક્ષેત્રમાં ધિરાણ પ્રદાન કરવામાં કુશળતા સાબિત કરી છે. આ હકીકત એ વાત પરથી રેખાંકિત કરવામાં આવે છે કે જૂન 2019 માં, ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ જણાવ્યું હતું કે એસ.એફ.બી ની કામગીરી અંગેની તેની સમીક્ષા થી એ જાહેર થયુ છે કે તેઓએ પોતાના અગ્ર ક્ષેત્રના લક્ષ્યો હાંસલ કર્યા છે અને તેથી નાણાકીય સમાવેશ ને આગળ વધારવાનો આદેશ મેળવ્યો છે.
નાબાર્ડ મુજબ, એસ.એફ.બી. ને તેના ટૂંકા ગાળાના વિતરણોના આધારે પુનર્ધિરાણ સહાય આપવામા આવશે જેમાં, કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો માટે બિન-ખેતમજૂરી ક્ષેત્રો (કારીગરો સહિત) માટે ટૂંકા ગાળાના / કાર્યકારી મૂડી લોન સહિતના વિવિધ હેતુઓ માટે, વણકર, હસ્તકલા, વગેરે), કૃષિ પેદાશોનું માર્કેટિંગ, કૃષિ સામગ્રી, ખેતર સિવાયની પેદાશ અને માન્ય વેપાર પ્રવૃત્તિઓ.
નાબાર્ડમાંથી પુનર્ધિરાણ માટે, એસ.એફ.બી. દ્વારા જોખમ-ભાર ધરાવતી સંપત્તિ પ્રમાણ (સીઆરએઆર) ના 15 ટકા ની ન્યૂનતમ મૂડીનું પાલન કરવું પડશે; તેની ચોખ્ખી બિન-ઉપજ સંપતિ, સમગ્ર બેંકના 5 % ધિરાણ અને અગ્રીમ નાણાં થી વધુ ન હોવી જોઈએ; અને તે નફામાં હોવું જોઈએ.
નાબાર્ડના પુનર્ધિરાણ માટે, કૃષિ, સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (એમ.એસ.એમ.ઇ) અને અન્ય પાત્રતા ધરાવતી ટૂંકા ગાળા ની લોન, જે 12 મહિનાથી વધુ ન હોય તેવા સમયગાળા માટે આપવામાં આવે છે, જે ઉપાડ અરજી ની તારીખ એ એસ.એફ.બી.ના ખાતાવહીઓ માં બાકી છે અને બિન-મુલતવી તેમજ અવિરત ન હોય, તે પાત્ર રહેશે.
સરકારની માલિકીની ગ્રામીણ વિકાસ બેંકે એક પરિપત્રમાં જણાવ્યું છે કે તે એસ.એફ.બી ને પાત્ર ટૂંકા ગાળાની લોન માટે 80 ટકા જેટલી ધિરાણ આપશે જે અરજીની તારીખે બેંકના પુસ્તકોમાં બાકી છે.
અપાયેલ ટૂંકા ગાળાની લોન, વિતરણની તારીખથી 12 મહિનાની અંદર ચુકવવાપાત્ર છે. નાણાકીય વર્ષ ના વ્યાજ દર અને જોખમ પ્રીમિયમ, નાબાર્ડ દ્વારા હાલ ના બજાર દર, જોખમ દ્રષ્ટિ વગેરેના આધારે નિર્ણય લેવામાં આવશે.
2018–19 દરમિયાન, નાબાર્ડે ગ્રામીણ આર્થિક પ્રવૃત્તિઓ ની મોસમી ધિરાણ માંગને પહોંચી વળવા રાજ્ય સહકારી બેંકો ( 73,142 કરોડ) અને પ્રાદેશિક ગ્રામીણ બેંકોને ( 16,946 કરોડ) ટૂંકા ગાળા ના પુનર્ધિરાણ સહાય આપી છે.