નવી દિલ્હી: લોકડાઉન દરમિયાન મુસ્લિમો નમાજ પઢવા મસ્જિદોમાં એકત્ર થઈ રહ્યાં છે. આ અંગે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે મુસ્લિમોને મસ્જિદોમાં નમાજ અદા કરવાના બદલે ઘરેથી ઝૂહર આપવાની ભલામણ કરી છે.
મુસ્લિમ પર્સનલ લો બોર્ડે લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, નમાજ માટે બહાર ન નીકળે અને ઘરમાં જ રહે, જેથી અન્ય નાગરિકોને નુકસાન ન પહોંચે તેમજ મોટા ટોળામાં ઈબાદત ન કરો. તમે ઘરથી બહાર ન નીકળો. તમારા ઘરોમાં જ રહો. કોરોના વાઈરસથી બચવા માટે આ જરૂરી છે.
આ ઉપરાંત, દિલ્હીની ફતેપુરી મસ્જિદના ઈમામ મુકરમ અહમદે લોકોને તેમના ઘરોમાં જ નમાજ પઢવાની અને કોરોના વાઈરસના પગલે લાદવામાં આવેલા લોકડાઉનનું પાલન કરવાની અપીલ કરી છે. લોકો તેમના ઘરે જ નમાજ પઢે અને લોકડાઉન દરમિયાન ઘરથી બહાર ન નીકળે. સરકારના આદેશનું પાલન કરી લોકહિતમાં પોતાનું યોગદાન આપો.