શિમલા: હિમાચલ ભાજપને નવા પ્રમુખ મળ્યા છે. શિમલા સંસદીય બેઠકના સાંસદ સુરેશ કશ્યપને ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે.એક મહિનાથી વધુ સમયથી પ્રમુખ પદ ખાલી હતું. નવા પ્રમુખ માટે પાર્ટીએ ઘણું વિચાર કર્યું છેવટે પ્રદેશ ભાજપ કમાન્ડ સુરેશ કશ્યપને સોંપવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ બુધવારે આ સંદર્ભે આદેશો જારી કર્યા છે.
27 મેના રોજ આરોગ્ય વિભાગનો એક કથિત ઓડિયો વાઇરલ થયો હતો જેના કેસમાં રાજીવ બિંદલે ભાજપ પ્રદેશ પ્રમુખ પદથી રાજીનામું આપ્યું હતું. નવા ભાજપ અધ્યક્ષ સુરેશ કશ્યપ વિશે વાત કરીએ તો તે સિરમૌરથી ભાજપના પહેલા સાંસદ છે. તેઓ એરફોર્સમાંથી નિવૃત્ત થયા છે. સુરેશ કશ્યપનો જન્મ 23 માર્ચ 1971 ના રોજ બજગા પંચાયતના પલતાહ ગામમાં થયો હતો. સુરેશ કશ્યપે પોતાનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગાગલ શિકોર સ્કૂલ અને ઉચ્ચ શિક્ષણ સરકારી માધ્યમિક શાળા સરાહાથી કર્યું છે.
24 એપ્રિલ 1988ના રોજ સુરેશ કશ્યપ એરફોર્સમાં ઓફિસર તરીકે ભરતી થયા હતા. જ્યાં તેમણે 16 વર્ષથી વધુ સમય સુધી સેવા આપી હતી. ત્યારબાદ તેઓ SNCO તરીકે 2004 માં વાયુસેનામાંથી તેઓ નિવૃત્ત થયા હતા. વર્ષ 2006 માં, ભાજપ એસસી મોરચાના જિલ્લા પ્રમુખ બન્યા હતા. 2009 સુધી આ પોસ્ટ પર તેઓ રહ્યા હતા. 2009માં ભાજપ એસસી મોરચાના રાજ્ય મહામંત્રી બન્યા અને 2012 સુધી આ પદ પર ફરજ બજાવી હતી.
વર્ષ 2007માં તેમણે પ્રથમ વખત ભાજપની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી લડી હતી. જેમાં તેઓ હાર્યા હતા. 2012માં તેમણે બીજી વખત ભાજપની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી લડી હતી અને પ્રથમ વખત વિધાનસભા બેઠક પર જીત મેળવી હતી. 2017 માં, તેમણે ત્રીજી વખત વિધાનસભા લડી અને બીજી વખત વિધાનસભા જીતી હતી.