નવી દિલ્હીઃ ગાઝીપુર લૈંડફિલ સાઇટનો વિવાદ થંભવાનુ નામ નથી લેતો. થોડા દિવસો પહેલા ભાજપના સાસંદ ગૌતમ ગંભીરે દાવો કર્યો કે,ગાઝીપુર લૈંડફિલ સાઇટની ઉંચાઇ 40 ફિટથી ઓછી થઇ ગઇ છે. તેમને લઇને આમ આદમ પાર્ટીના સ્થાનિક વિધાયકે દાવો કર્યો કે,લૈંડફિલ સાઇટની ઉંચાઇ ઓછી કરવામાં આવી નથી, પરંતુ તેમની આસપાસ કચરો ફેકવામાં આવે છે. જેથી તેમની ઉંચાઇ થોડી ઓછી લાગી રહી છે.
થોડા દિવસો પછી પૂર્વ દિલ્હીના સાસંદ ગૌતમ ગંભીર બીજી વાર ગાઝીપુર સાઇટનું નિરિક્ષણ કરવા પહોચ્યાં હતા. તેમને ત્યાં અધિકારીઓ સાથે પણ વાતચિત કરતા ગૌતમ ગંભીરે જણાવ્યુ કે,કેટલાય દિવસોથી અરવીંદ કેજરીવાલને પણ ગાઝીપુર લૈંડફિલનુ નિરીક્ષણ કરવા બોલાવ્યાં છે.
પૂર્વ દિલ્હીના સાસંદ ગૌતમ ગંભીર સાથે નિરીક્ષણ કરવા પહોચ્યાં હતા, તેમણે કહ્યુ કે,2019થી અહિયા કોઇ કચરો નાખવામાં આવ્યો નથી. અમારી પાસે 7 જગ્યાએ સાઇટ હતી તેમાં કચરો નાખવામાં આવતો હતો. જેથી ગાઝીપુરની લૈંડફિલ સાઇટની ઉંચાઇ વધવાનો કોઇ જ સવાલ ઉભો નથી થતો.