મધ્યપ્રદેશ: ભોપાલના પ્રદેશ વરિષ્ઠ IPS અધિકારી પુરૂષોતમ શર્માની મુશ્કેલીઓ સતત વધી રહી છે. જ્યારથી તેમનો તેમની પત્નીને મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. પુરૂષોતમ શર્માને પ્રદેશ સરકાર દ્વારા મંગળવારે ફરજ પરથી મુક્ત કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયોમાં તે તેની પત્ની સાથે મારપીટ કરી રહ્યા છે.
આ ઉપરાંત ગૃહવિભાગ દ્વારા વાઇરલ થયેલા વીડિયો બાદ મંગળવારે 5:30 કલાકે તેમની પાસેથી સ્પષ્ટતા માગવામાં આવી હતી, પરંતુ તેમની પાસેથી સંતોષકારક જવાબ ન મળતાં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પુરૂષોતમ શર્માએ પત્ની સાથેની મારપીટનો જવાબ આપતા કહ્યું કે, આ મહિલા પ્રતાડના નહીં, પરંતુ પુરૂષ પ્રતાડનાનો કેસ છે. કારણ કે, મારી પત્ની દ્વારા મારી દીકરી પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. મારી પત્ની માટે મેં બધું કર્યું છે.
જ્યારે બીજી તરફ પુરૂષોતમ શર્માની દીકરીએ પણ પિતાના સપોર્ટમાં આવીને સીએમ શિવરાજ સિંહ ચૌહાણને એક પત્ર લખ્યો હતો. જેમાં તેણે પોતાની માતાની માનસિક બિમારી બાબતે જણાવ્યું હતું. પૂરૂષોતમ શર્મા વર્ષ 1986થી આઇપીએસ અધિકારી છે. પરંતુ પત્ની સાથેના વાઇરલ થયેલા વીડિયો બાદથી તે સતત ચર્ચામાં રહે છે. હવે તેમને આ બાબતને લઇને બધી જગ્યાએ જવાબ આપવો પડે છે.
આપને જણાવી દઇએ કે, આ કેસ સામે આવ્યા બાદ અટકળો લગાવવામાં આવી રહી હતી કે, આઇપીએસ અધિકારી પુરુષોતમ શર્માને શાસન નિવૃતિ પણ આપી શકે છે. જોકે, તેમને ફકત ફરજ પરથી મુક્ત કરવામાં આવ્યા છે. હાલ પોલીસ દ્વારા આ બાબતમાં કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.