નવી દિલ્હી : લોકડાઉનની સ્થિતિમાં લોકો પોતાના ઘરમાં રહેવા મજબૂર બન્યા છે, ત્યારે પ્રકૃતિમાં એક અનોખો અંદાજ જોવા મળ્યો છે. તે સમયે પ્રકૃતિની સુદરતા લોકોના મન મોહી લીધી છે.
ઉલ્લેખનિય છે કે, દેશના તમામ રાજ્યમાં લોકડાઉન છે. આ ક્રમમાં પંજાબ પણ સામેલ છે. જેમાં જલંધરના લોકોને પ્રકૃતિનો એક અનોખો અંદાજ જોવા મળ્યો હતો. હકીકતમાં જલંધરના લાંબા પિંડ વિસ્તારથી હિમાલય પર્વતની શ્રૃંખલા ચોખ્ખી જોવા મળી હતી.
આ સાથે ઉદ્યોગના બંધ થવા અને લોકડાઉનના પગલે વાહન વ્યવહાર બંધ થવાથી પ્રદુષણમાં ઘટાડો થયો છે જેની અસર પ્રકૃતિમાં પણ જોવા મળી હતી અને પ્રકૃતિ ખીલ ઉઠી હતી.
શુક્રવારે સવારે લોકોએ છત પર જઇ અને આ મનમોહક નજારો પોતાના કેમેરામાં કેદ કર્યો હતો. ઉલ્લેખનિય છે કે 25 માર્ચના રોજ વડાપ્રધાન મોદીએ 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. જેના પગલે લોકોની મુશ્કેલી તો પડી જ રહી છે, પરંતુ પ્રકૃતિમાં પણ બદલાવ જોવા મળ્યો હતો. જે સમય દેશ માટે મહત્વનો છે તેમ પણ કહી શકાય કારણ કે મન મોહક નજારાને પગલે લોકોનો અંદાજ પણ બદલાશે.