હૈદરાબાદઃ USની માઉન્ટ સિનાઇ હેલ્થ સીસ્ટમે લેટેસ્ટ વીડિયો અને ઓડિયો ટેક્નોલોજીના ઉપયોગથી Covid-19ના અતી સંક્રમિત દર્દીઓને મોનીટર કરવા માટે ગૂગલ નેસ્ટ સાથે સંકલન કર્યું છે.
માઉન્ટ સિનાઇ હેલ્થ સીસ્ટમને એક નવુ નેસ્ટ કેમેરા કોન્સોલ મળ્યું છે જે દર્દીઓ અને સ્ટાફની સુરક્ષામાં વધારો કરે છે અને PPEની માંગમાં પણ ઘટાડો કરે છે.
કેટલાક સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ યુએસની માઉન્ટ સીનાઇ હેલ્થ સીસ્ટમે લેટેસ્ટ વીડિયો અને ઓડિયો ટેક્નોલોજીના ઉપયોગથી Covid-19ના અતી સંક્રમીત દર્દીઓને મોનીટર કરવા માટે ગુગલ નેસ્ટ સાથે સંકલન કર્યું છે.
Covid-19ના દર્દીઓની સારવાર સમયે ફ્રન્ટ લાઈનમાં કામ કરતા કર્મચારી અને ખાસ કરીને નર્સ દર્દીઓનું નીરીક્ષણ કરવા માટે અને તેમની સાથે સંપર્કમાં રહેવા માટે હોસ્પીટલમાં ઇન્સ્ટોલ કરેલા 100 થી વધુ નેસ્ટ કેમેરાનો ઉપયોગ કરી રહી છે.
માઉન્ટ સીનાઇ હેલ્થ સીસ્ટમના ડીજીટલ હેલ્થ ડીપાર્ટમેન્ટના સીનીયર ડીરેક્ટર અને MBA, સુદીપ્તો શ્રીવાસ્તવ જણાવે છે કે “હાલમાં ઘણી બધી હોસ્પીટલોની માંગને પ્રતિસાદ આપતા કોન્સોલને તૈયાર કરવામાં ભાગીદારી કરવા માટે અમે ગુગલના આભારી છીએ. હાલના પડકારોને પહોંચી વળવા માટે અને સમસ્યાના ઉકેલ માટે નેસ્ટ ટીમે અમારી સાથે દીવસ-રાત અને રજાઓમાં પણ કામ કર્યુ છે. તેનાથી દર્દીઓનું ધ્યાન રાખતી વખતે અમારા કર્મચારીઓની સુરક્ષાનું પણ ધ્યાન રાખે છે અને સંભાળ રાખે છે.”
ખાસ હેતુસર તૈયાર કરેલા નેસ્ટ કેમેરા દર્દીના યુનીટમાંથી સીધુ પ્રસારણ બતાવે છે અને તેનાથી હેલ્થવર્કર દર્દી સાથે વાતચીત પણ કરી શકે છે. હોસ્પીટલમાં પાઇલોટ પ્રોજેક્ટ શરૂ કરવા માટે ગુગલ નેસ્ટ માઉન્ટ સીનાઇ સાથે એપ્રિલમાં જોડાયુ હતુ કારણકે એ સમયે ન્યુ યોર્ક સીટીમાં કોરોના વાયરસથી સંક્રમીત દર્દીઓની સંખ્યા ખુબ વધી રહી હતી અને તે અન્ય દેશોમાં પણ ફેલાઈ રહ્યો હતો પરીણામે તમામ જગ્યાઓ પર સંસાધનોની કમી પણ વર્તાઈ રહી હતી.
માઉન્ટ સીનાઇ હેલ્થ સીસ્ટમના ક્લીનીકલ ઇનોવેશન્સના વાઇસ પ્રેસીડન્ટ અને MSN તેમજ RN, રોબી ફ્રીમેનના જણાવ્યા પ્રમાણે, “આ ટેક્નોલોજીના ઉપયોગથી મેડીકલ ટીમની દર્દીના રૂમની રૂબરૂ મુલાકાતમાં ઘટાડો થાય છે જેથી ટીમની કાર્યક્ષમતામાં વધારો થાય છે તેમજ આ ટેક્નોલોજીથી PPE કીટને પણ બચાવી શકાય છે. આ ટેક્નોલોજીથી દર્દીની સુરક્ષામાં વધારો થાય છે કારણકે નર્સીંગ સ્ટેશનમાંથી દરેક દર્દી પર સતત નજર રાખી શકાય છે એટલે કે તેની તબીયતને સતત મોનીટર કરી શકાય છે તેમજ નર્સીંગ સ્ટાફની સુરક્ષામાં પણ વધારો થાય છે કારણકે તેમને પણ Covid-19ના દર્દીના રૂમમાં વધુ સમય ગાળવો નથી પડતો.”