હૈદરાબાદ: ઓમાનમાં તસ્કરીનો શિકાર થયેલી હૈદરાબાદની યુવતીને સુરક્ષિત પરત લાવવા માતાએ ભારતીય એમ્બેસીનો સંપર્ક કર્યો છે. આ સાથે જ તેમણે કેન્દ્ર સરકારને પોતાની દિકરી સુરક્ષિત પરત લાવવા વિનંતી કરી છે.
આ મહિલાનો આરોપ છે કે, મારી દિકરીને રોજગારી આપવાના બહાને એક સ્થાનિક એજન્ટે સંપર્ક કર્યો હતો. જેથી યુવતીની માતાએ પોતાની દિકરીને સુરક્ષિત પરત લાવવા માટે કેન્દ્ર સરકાર અને ભારતીય એમ્બેસીનો સંપર્ક કર્યો છે.