તિરુવન્નામલાઇ: કલૈયારાસન કે જેઓ તિરુવન્નામલાઇ જિલ્લાના કિલ્સિરુપક્કમમા રહે છે. તેમના લગ્ન સુકન્યા સાથે થયા હતા. દંપતિને 6 વર્ષની દિકરી હતી. ગઇકાલે આદી પેરુકક્કુ મનાવીને કલૈયારાસન તેની પત્નિને નોનવેજ બનાવાનું કહીંને બગીચામાં ગયો હતો.
જ્યારે તે પાછો આવ્યો ત્યારે તેની મૃત દીકરી અને ગંભીરી રુપથી ઇજાગ્રસ્ત પત્નિને જોઇને ચોંકી ગયો.
તે તેની પત્નિને તિરુવન્નામલાઇ સરકારી હોસ્પિટલ અને ત્યારપછી વધુ ઇલાજ માટે ચેન્નાઇ લઇ ગયો.
પોલીસ પૂછતાછમાં તેણીએ કબૂલ કર્યું હતું કે તેના સાસુ અને સસરા, કે જેમની વર્ષો પહેલા મોત થઇ હતી તેઓએ દીકરીને સ્વર્ગમાં આવવાનું કહ્યું હતું. તેથી તેણીએ તેની દીકરીની હત્યા કરી હતી અને પોતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.