મુંબઈ: બગલાપુરમાં હચમચાવી નાખનારી એક ઘટના સામે આવી છે. એક પોલીસવાળાની પત્નીએ તેની 7 વર્ષની બાળકીને પેટના ભાગે ચપ્પુ મારી હત્યા કરી છે. જે અંગે પોલીસે બદલાપુર પૂર્વ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
આ સમગ્ર ઘટના બદલાપુરના શિરગાંવ વિસ્તારમાં શુભમકરોતી કૉમ્પલેક્ષ બિલ્ડિંગમાં ગત રોજ રાતના અંદાજે 11:30 કલાકની છે. મીનાબાઈ અશોક પાટિલ તેમના પરિવાર સાથે રહેતી હતી. તેમનો પતિ મુંબઈ પોલીસમાં કાર્યરત છે. ઘરના હોલમાં તેમના સાસું કેવડાબાઈ પાટિલ તેમની પૌત્રી કૃતિકા સાથે સુતા હતા. થોડા સમય બાદ મીનાબાઈ બેડરુમથી હોલમાં આવી અને કૃતિકાને બેડરુમમાં લઈ ગઈ હતી.
કૃર્તિકાનો અવાજ સંભળાતા કેવડાબાઈ બેડરુમમાં પહોચતા તેમની વહુ મીનાબાઈ અને કૃતિકા લોહીથી લથબથ હતા. માતા-પુત્રીના મૃતદેહોને પોલીસે પોસ્ટમોટમ અર્થ બદલાપુર હોસ્પિટલ ખસેડયા છે. પોલીસને ઘટના સ્થળ પરથી એક ચપ્પુ મળી આવ્યું છે. ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.