ETV Bharat / bharat

PM મોદીના લેહની મુલાકાત બાદ જવાનોનું મનોબળ વધ્યું: ITBP ડાયરેક્ટર જનરલ - ITBP chief S S Deswal

ITBPના ડાયરેક્ટર જનરલ એસ.એસ. દેસવાલે રવિવારે કહ્યું હતું કે, ભારતીય સશસ્ત્ર દળના મનોબળમાં વધારો થયો છે. તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લેહ મુલાકાત અને તેમના સંબોધનથી 'સરહદ પરના તમામ દળોના મનોબળને વેગ મળ્યો છે'.

ITBP ડાયરેક્ટર જનરલ
ITBP ડાયરેક્ટર જનરલ
author img

By

Published : Jul 5, 2020, 9:33 PM IST

નવી દિલ્હી: લદ્દાખમાં ચીન સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે ITBPના ડાયરેક્ટર જનરલ એસ.એસ. દેસવાલે રવિવારે કહ્યું હતું કે, ભારતીય સશસ્ત્ર દળનું મનોબળમાં વધારો થયો છે. વડાપ્રધાના લેહની મુલાકાત બાદ જવાનોના મનોબળમાં વધારો થયો છે. તેમણે કહ્યું કે દેશના વીર જવાન દેશની રક્ષા માટે પોતાનો જીવ સમર્પિત કરવા હમેશા તૈયાર હોય છે.

ભારત-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) ના વડા, દેસવાલે જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લદ્દાખની મુલાકાત અને નિમૂમાં તેમના સંબોધનથી 'સરહદ પરના તમામ દળોના મનોબળને વેગ મળ્યો છે'. તેમણે કહ્યું, "દેશની રક્ષામાં નેતાઓ,દેશના જવાનો તમામ લોકો દેશ માટે સમર્પિત છે."

ITBP વડા દેસવાલે દિલ્હીમાં આયોજીત એક કાર્યક્રમાં કહ્યું હતું કે, તેઓ સરહદની સુરક્ષા માટે હમેશા સમર્પિત છે.તો આ સાથે દેશના તમામ જવાન તે પછી સૈન્ય, વાયુસેના નેવી હોય કે પછી ITBPના જવાન હોય તેઓ હમેશાં દેશની રક્ષા માટે તૈયાર હોય છે. તેણે વધુમાં કહ્યું કે, વડાપ્રધાનના સંબોધન બાદ દેશના જવાનોમાં મનોબળમાં વધારો થયો છે.

તેમણે કહ્યું કે સશસ્ત્ર દળના જવાનોએ અગાઉ તેમની ફરજો નિભાવતી વખતે પોતાના જીવનો બલિદાન આપી દીધો છે અને તેઓ ભવિષ્યમાં પણ દેશ માટે પોતાનું જીવન સમર્પિત કરવા તૈયાર છે.

તેમણે આરોગ્ય સંભાળ કેન્દ્ર વિશે જણાવ્યું હતું કે,દળના ડોકટર્સ અને પેરામેડિક્સની ટીમ દર્દીઓની સારવાર કરવામાં માટે સક્ષમ છે, કારણ કે દળના તબીબોને દિલ્હીના છાવલા વિસ્તારમાં આઇટીબીપી દ્વારા દેશનું પહેલું આઇસોલેશન કેન્દ્ર બનાવવામાં આવ્યું હતું ત્યા જે દર્દીઓ આવતા હતા તેમની સારવાર કરવાનો અનુભવ આ તબીબો પાસે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.