ETV Bharat / bharat

ચોમાસું - બીમારીઓ - કોલેરા - Monsoon

કોલેરા - આ બીમારી સ્વચ્છતાના અભાવે તેમજ દૂષિત ખોરાક લેવાથી થાય છે, જેની સાથે વ્યક્તિને અતિસાર કે પાતળા ઝાડા થાય છે. કોલેરા, એ વાઈબ્રિયો કોલેરી નામના બેક્ટેરિયાને કારણે જઠરમાં થતો ગંભીર ચેપ છે. તે મુખ્યત્વે દૂષિત પાણી અને કાચો ખોરાક અથવા રાંધ્યાં વિનાની માછલી અને છીપ (સીપદાર માછલી) સાથે જોડાયેલો છે. આ બીમારી મળાશય-મુખના રસ્તે એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પ્રસરે છે - ચેપગ્રસ્ત વ્યક્તિ જો હાથ કે શરીરની સ્વચ્છતા જાળવતો ન હોય, તે ખોરાક કે પાણીની વ્યવસ્થા કરતી વખતે ચેપ બીજી વ્યક્તિને ફેલાવે છે.

Monsoon Stories - Diseases - Cholera
ચોમાસું - બીમારીઓ - કોલેરા
author img

By

Published : Jul 1, 2020, 10:31 PM IST

ન્યૂઝ ડેસ્કઃ કોલેરા, આ બીમારી સ્વચ્છતાના અભાવે તેમજ દૂષિત ખોરાક લેવાથી થાય છે, જેની સાથે વ્યક્તિને અતિસાર કે પાતળા ઝાડા થાય છે. કોલેરા, એ વાઈબ્રિયો કોલેરી નામના બેક્ટેરિયાને કારણે જઠરમાં થતો ગંભીર ચેપ છે. તે મુખ્યત્વે દૂષિત પાણી અને કાચો ખોરાક અથવા રાંધ્યાં વિનાની માછલી અને છીપ (સીપદાર માછલી) સાથે જોડાયેલો છે. આ બીમારી મળાશય-મુખના રસ્તે એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પ્રસરે છે - ચેપગ્રસ્ત વ્યક્તિ જો હાથ કે શરીરની સ્વચ્છતા જાળવતો ન હોય, તે ખોરાક કે પાણીની વ્યવસ્થા કરતી વખતે ચેપ બીજી વ્યક્તિને ફેલાવે છે.

ભારતમાં કોલેરા મહામારીની સમયરેખા

1817 - દક્ષિણપૂર્વ એશિયામાં સૌપ્રથમવાર મહામારીએ દેખા દીધી.

1829 - ભારતમાં ફરીવાર મહામારીએ માથું ઉંચક્યું

1852 - ભારતમાં ત્રીજીવાર મહામારી શરૂ થઈ

1863 - બંગાળની ખાડીમાં ચોથીવાર મહામારીનો પ્રસાર શરૂ થયો.

1881 - ભારતમાં આ મહામારી પાંચમીવાર શરૂ થઈ.

1899 - છઠ્ઠીવાર મહામારીએ ભારતમાં દેખા દીધી.

આંકડા

વર્ષ 1991માં કોલેરાના 7,088 કેસો નોંધાયા હતા, જ્યારે તેના કારણે 150 લોકોનાં મૃત્યુ નીપજ્યાં હતાં. વર્ષ 2018માં આ આંકડા ઘટીને અનુક્રમે 651 અને 6 નોંધાયા હતા.

ઉપલબ્ધ ડેટા મુજબ, આ બીમારીના પ્રત્યેક કેસ દીઠ આશરે 41.4 અમેરિકન ડોલર ખર્ચ થયો હતો.

કારણો

વાઈબ્રિયો કોલેરી નામના બેક્ટેરિયા કોલેરાનું કારણ છે, જે સામાન્ય રીતે ચેપગ્રસ્ત વ્યક્તિના મળ દ્વારા દૂષિત થયેલા ખોરાક અથવા પાણીમાં જોવા મળે છે. આ બેક્ટેરિયા સામાન્ય રીતે આ સ્ત્રોતોમાં જોવા મળે છે ઃ

મ્યુનિસિપાલિટી દ્વારા પૂરા પાડવામાં આવતા પાણીમાં

મ્યુનિસિપાલિટી દ્વારા ઉપલબ્ધ કરાયેલા પાણીમાંથી બનતા બરફમાં

ખૂમચાઓ ઉપર વેચાતાં ખોરાક અને પીણાંમાં

મનુષ્યનાં મળ-મૂત્ર ધરાવતાં પાણીમાં ઉગાડેલાં શાકભાજીમાં

ગટરના દૂષિત પાણીમાંથી પકડેલાં કાચી અથવા ઓછી રાંધેલી માછલી અને દરિયાઈ જીવો

જ્યારે વ્યક્તિ દૂષિત ખોરાક કે પાણી લે છે, બેક્ટેરિયા તેના આંતરડામાં ટોક્સિન છોડે છે, જે ગંભીર ડાયરિયા - અતિસાર પેદા કરે છે.

લક્ષણો - ચિહ્નો

ચેપ લાગુ થયા બાદ કેટલાક કલાકોમાં જ અથવા તો પાંચ દિવસ સુધીમાં કોલેરાનાં ચિહ્નો જોવાં મળે છે. લક્ષણો મોટા ભાગે હળવા હોય છે. પરંતુ કેટલીકવાર તે અત્યંત ગંભીર હોય છે. 20 ચેપી વ્યક્તિઓમાંથી લગભગ એક વ્યક્તિને ગંભીર પાણી જેવા પાતળા ઝાડા થતા હોય છે અને સાથે સાથે ઉલ્ટી પણ થાય છે, જેના કારણે અત્યંત ઝડપથી શરીરમાંથી પાણી ખૂટી જાય છે. અનેક ચેપી વ્યક્તિઓને મામૂલી અથવા તો કોઈ ચિહ્નો દેખાતાં નથી, તેમ છતાં તેઓ ચેપ ફેલાવી શકે છે.

શરીરમાંથી પાણી ખૂટી જવાનાં ચિહ્નો અને લક્ષણો ઃ

હૃદયના ધબકારા વધી જવા

ત્વચાની લવચિકતા ઓછી થવી (ચૂંટલો ભર્યા પછી ત્વચા ફરી ઝડપથી સામાન્ય સ્થિતિમાં આવે તે ક્ષમતા)

મોં, ગળા, નાક અને પાંપણની અંદરની બાજુ સહિતની શરીરની આંતરત્વચા સૂકાઈ જવી

બ્લડ પ્રેશર ઘટી જવું

તરસ લાગવી

સ્નાયુ ખેંચાવા

જો સારવાર ન મળે તો, ડિહાઈડ્રેશન - શરીરમાં પાણીની માત્રા ઘટી જવાથી શૉક લાગી શકે છે અને કેટલાક કલાકમાં વ્યક્તિ મૃત્યુ પામી શકે છે.

સારવાર અને સાવધાની

કોલેરાની રસી છે. આ રસી કોને આપવી જોઈએ તે બાબતે સીડીસી અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન - બંનેની ચોક્કસ માર્ગદર્શિકાઓ છે.

તમે ફક્ત ઉકાળેલું, રાસાયણિક રીતે જંતુમુક્ત કરેલું અથવા તો બોટલમાં પૅક પાણી વાપરીને તમારું તેમજ તમારા પરિવારનું રક્ષણ કરી શકો છો. પીવા માટે, રસોઈ માટે, બ્રશ કરવા, વાસણ તેમજ શાકભાજી અને ફળો ધોવા માટે બોટલમાં પૅક, ઉકાળેલું અથવા તો રાસાયણિક રીતે જંતુમુક્ત કરેલા પાણીનો જ વપરાશ કરો.

તમારે કાચો ખોરાક લેવાનું પણ ટાળવું જોઈએ, જેમાં આ ચીજો સામેલ છે ઃ

છાલ ઉતાર્યા વિનાનાં ફળો અને શાકભાજી

પેશ્ચરાઈઝ કર્યા વિનાનું દૂધ અને દૂધની બનાવટો

કાચાં અથવા અર્ધરાંધેલાં માંસ અથવા માછલી - સીપદાર માછલી

ઉષ્ણકટિબંધીય ખડકોમાંથી પકડાયેલી માછલી, જે દૂષિત હોઈ શકે છે

જો તમને ગંભીર, પાતળા ઝાડા અને ઉલ્ટી થાય - ખાસ કરીને કાચી સીપદાર માછલી ખાધા પછી અથવા તો જ્યાં કોલેરાની મહામારી ફેલાયેલી છે તેવા દેશમાં મુસાફરી કર્યા બાદ, તો તાત્કાલિક તબીબી સહાય મેળવો.

કોલેરાની અત્યંત ઉપચારકારક બીમારી છે, પરંતુ ડિહાઈડ્રેશન - શરીરમાં પાણી ખૂટી જવું - અત્યંત ઝડપથી થતું હોવાથી કોલેરાની સારવાર તાબડતોબ કરવી મહત્ત્વપૂર્ણ છે.

શરીરમાં પર્યાપ્ત પાણી હોય, તે કોલેરાની સારવારનો મુખ્ય આધાર છે. ઝાડા કેટલા ગંભીર છે, તેના આધારે સારવાર માત્ર મોં વાટે લેવાની દવાઓ મારફતે કે નસમાં દ્વાવકો દ્વારા ગુમાવેલું પ્રવાહી પાછું દાખલ કરવામાં આવે છે. બેક્ટેરિયાને મારી નાખતા એન્ટિબાયોટિક્સ હળવા કેસોની તાત્કાલિક સારવારનો ભાગ નથી. પરંતુ તેનાથી ઝાડાનો સમયગાળો અડધો અડધ ઘટાડી શકાય છે અને બેક્ટેરિયાનું વિસર્જન પણ ઘટાડે છે, જેથી બીમારી પ્રસરતી અટકાવવામાં મદદ મળે છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.