નવી દિલ્હીઃ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે, સંસદનું ચોમાસું સત્ર 14 સપ્ટેમ્બરથી શરૂ થશે. જેનું સંચાલન મોબાઇલ એપના માધ્યમથી કરવામાં આવશે.
તેમણે કહ્યું કે, બધા સદસ્યનો કોવિડ રિપોર્ટ કરાવવામાં આવશે. સાંસદોની ઉપસ્થિતિ મોબાઇલ એપ મારફતે નક્કી કરાશે. આ સત્ર 14 સપ્ટેમ્બરથી શરૂ થશે. કોરોના મહામારી વચ્ચે આપણા માટે એક પડકાર છે. પરંતુ આપણે એ લોકો માટે પોતાની જાતને સાબિત કરવાની છે જેના માટે આપણે જવાબદાર છીએ.
તેમણે વધુમાં જણાવ્યું કે, સાંસદના ઇતિહાસમાં પહેલીવાર બધા સદસ્યોએ ઓનલાઇન માધ્યમથી પોતાના પ્રશ્નો મોકલ્યા છે. આપણે આ માળખાને 62 ટકા ડિજિટલ રૂપથી સફળ બનાવ્યું છે.
લોકસભા અધ્યક્ષે કહ્યું કે, 257 સદસ્ય લોકસભામાં ઉપસ્થિત રહેશે, જ્યારે 172 દર્શક ગેલેરીમાં અને બાકીના સદસ્યો રાજ્યસભામાં રહેશે. બન્ને સત્ર સતત કાર્યરત રહેશે. લોકસભામાં વર્ચુઅલ એડ્રેસ માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે.