RSS પ્રમુખ મોહન ભાગવત જે હાલ ઉદયપુરના પ્રવાસે છે તેઓએ રવિવારના રોજ બડગાંવ વિસ્તારમાં પ્રતાપ ગૌરવ સેન્ટર ખાતે નવી રચિત ભક્તિ ધામ પ્રાણપ્રતિષ્ઠા અને જન સમર્પણ પ્રોગ્રામમાં જોડાયા હતા. આ પ્રસંગે સંઘના પ્રમુખ ભાગવત અને રામ કથાના વાચક સંત મોરારી બાપુએ મહારાણા પ્રતાપની બહાદુરી અને તેમના બલિદાનને યાદ કરીને તેમની પાસેથી પ્રેરણા લેવાની વાત કરી હતી. માત્ર એટલું જ નહીં બંનેએ પ્રતાપ ગૌરવ કેન્દ્રના નિર્માણના ભવિષ્યને લઈને શુભ સંકેત જણાવતા રાષ્ટ્રના નિર્માણ માટે માત્ર રામ નામ જ નહીં પણ રામ માટે પણ કામ કરવા માટે પણ કહ્યું હતું.
કાર્યક્રમને સંબોધિત કરતા RSS પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે, ઈતિહાસ કહે છે કે જે દેશના લોકો સજાગ, શાંતિપ્રિય, સક્રિય અને બળવાન હોય છે તેવો દેશ હંમેશા આગળ વધે છે. RSS પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે, હંમેશા ભારતને વિશ્વ શક્તિ બનશે કે કેમ તેના પર ચર્ચાઓ થતી રહે છે અને મને લાગે છે કે, આપણી પાસે ખરેખર ડરનો ડંડો હોવો જોઈએ તો અને તો જ દુનિયા માનશે.
તો બીજી તરફ કાર્યક્રમના અંતે મોહન ભાગવતે મોરારી બાપુના સંબોઘનને યાદ કરાવતા કહ્યું કે, રામનું કામ બધાને કરવું છે અને રામનું કામ થઈને રહેશે. એકંદરે, એવું કહી શકાય કે મુરારી બાપુએ આજના કાર્યક્રમમાં સરકાર અને રામ મંદિરનું નામ તો લીધું નથી. પરંતુ ઈશારામાં જ કેન્દ્રની મોદી સરકાર અને અયોધ્યાના રામ મંદિરને લઈને પોતાની વાત પણ કહી દીધી છે.