ઇસ્કૉનના વ્યૂહાત્મક પ્રમુખ નવીન નીરદ દાસે જણાવ્યું કે, આ કાર્યક્રમમાં વડાપ્રધાન ગરીબ અને નબળા વર્ગના આશરે 20 બાળકોને જમવાનું પીરસસે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને મથુરાના ધારાસભ્ય હેમા માલિની સહિત અન્ય પ્રતિષ્ઠત હસ્તિઓ હાજર રહશે.
દાસે વધુમાં જણાવ્યું કે, રાજામૌલી અમારા શુભચિંતક છે. તે કાર્યક્રમમાં શામેલ નહીં થઈ શકે, પરંતુ બાહુબલી ફિલ્મના અમુક સભ્યો કાર્યક્રમ દરમિયાન હાજર રહશે. નોંધનીય છે કે, ‘બાહુબલી’ ફિલ્મના નિર્દેશક એસએસ રાજામૌલી અક્ષયપાત્ર ફાઉન્ડેશનના ગુડવિલ એમ્બેસેડર છે.
વડાપ્રધાન મોદી સવારે હેલીકૉપ્ટરથી વૃંદાવનના ચંદ્રોદય મંદિરે પહોચશે. કાર્યક્રમ સવારના 11:30 કલાકે શરૂ થશે. વડાપ્રધાન મંદિર યાર્ડમાં કાર્યક્રમથી જોડાયેલ એક પટ્ટિતાનું ઉદ્ધાટન કરશે. વૃંદાવનમાં અક્ષયપાત્રની આધુનિક રસોઈ છે. વડાપ્રધાન અહીં બનાવવામાં આવેલ રસોઈ બાળકોને પીરસસે.
વડાપ્રધાનના કાર્યક્રમને કારણે શહેર અને કાર્યક્રમ સ્થળ ઉપર સુરક્ષાની વધારવામાં આવી છે. આયોજકોએ જણાવ્યું કે, આ કાર્યક્રમનું લાઈવ સ્ટ્રીમિંગ અક્ષય પાત્રના બધા 42 કેન્દ્રો પર કરવામાં આવશે. અક્ષય પાત્રના અધિકારીએ જણાવ્યું કે, સંસ્થાએ 2012માં 1 અરબ અને 2016માં 2 અરબ થાલી પીરસસી હતી.