પટના : બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. હુજુ બે તબક્કામાં મતદાન યોજાશે. જેને લઈ બિહાર વિધાનસભા ચૂંટણીને લઈ પ્રચાર અભિયાન ચાલું છે.ત્યારે બધા જ દળો પણ પ્રચાર અભિયાનમાં પુરજોશમાં જોડાયેલા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બિહારમાં 4 રેલીઓને સંબોધન કરશે. PM મોદી છપરા, સમસ્તીપુર, મોતિહારી અને બગહામાં અલગ-અલગ રેલીઓને સંબોધન કરશે.
વડાપ્રધાનની ચૂંટણીની સભામાં બિહારના મુખ્યપ્રધાન નિતીશ કુમાર પણ સામેલ રહેશે.બિહાર વિધાનસભાના બીજા તબક્કા માટે રવિવાર રાત્રિના ચૂંટણી પ્રચાર પૂર્ણ થશે. 3 નવેમ્બરના મતદાન યોજાશે.
આ પણ વાંચો :
બિહાર વિધાનસભા ચૂંટણી: પ્રથમ તબક્કાનું મતદાન શરૂ
બિહાર ચૂંટણીઃ પહેલા તબક્કામાં 53.53 ટકા મતદાન, ઉમેદરવારોનું ભાવિ EVMમાં કેદ