નવી દિલ્હી: ભાજપે રવિવારે જણાવ્યું કે, મોદી સરકારે લીધેલા સક્રિય અને મક્કમ પગલાંથી ભારતને કોરોના વાઈરસ રોગચાળાની સૌથી ખરાબ પરિસ્થિતિમાંથી બચાવ્યો છે.
ભારતીય જનતા પાર્ટીએ જણાવ્યું કે, ભારતે 101 દિવસમાં 60,000 કોવિડ-19 કેસના નોંધાયા છે. યુકે, ઈટાલી, સ્પેન, જર્મની અને યુએસ જેવા નાના દેશોમાં આ જ આંકડા 40-65 દિવસમાં નોંધાયા હતા. 60,000થી વધુ કેસ ધરાવતા અન્ય દેશોની સરખામણીએ ભારતમાં દર્દીઓના રિકવરી દર પણ વધારે છે.
ભાજપે ટ્વીટર પર કોરોના વાઈરસ સામે સરકારની કારગીરી બાબતે લખ્યુંં કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ લેવામાં આવેલા સક્રિય અને કડક પગલાએ દેશને વધું નુકસાનમાંથી બચાવ્યો છે.