સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની ગુરુવારનાં રોજ એક બેઠક યોજાઈ હતી. જેમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. બોર્ડની મંજૂરી પછી હવે પ્રસ્તાવકોએ નાણાં મંત્રાલયની સહમતિની જરુર પડશે. તમને જણાવી દઈએ કે, EPFOએ 2017-18માં ધારકોએ PF પર 8.55% વ્યાજ ચૂકવ્યું છે. આ છેલ્લા 5 વર્ષમાં ઓછું હતું, ત્યારે જો 2016-17ની વાત કરીએ તો PF પર 8.65 ટકા વ્યાજનો દર હતો. એકવાર ફરીથી PF પર એ જ વ્યાદ દર મળશે. જે નાણાંકીય વર્ષ 2016-17માં મળી રહ્યું હતું, ત્યારે 2015-16માં 8.8 ટકાવારી મળી હતી. આ ઉપરાંત વ્યાજદર 2013-14 અને 2014-15માં 8.75 ટકા રહ્યો હતો.
તમને જણાવી દઈએ કે, આગામી થોડા મહિનામાં લોકસભાની ચૂંટણી આવી રહી છે, ચૂંટણી પહેલા સરકાર તરફથી નોકરીયાત, ખેડૂતોને રિઝવવા અને વોટબેંક ઊભી કરવા મોટો નિર્ણય લેવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. ખેડૂતોને દર વર્ષે 6 હજારની નિશ્ચિત રકમ આપવા માટેની જાહેરાત કરવામાં આવી છે, જ્યારે 15 હજારથી ઓછી કમાણી કરતા કામદાર વર્ગના લોકો માટે પેન્શન યોજના શરૂ કરવામાં આવી છે.