આ સિવાય જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસનને વધું 6 માસ માટે આગળ વધારવા અને ટ્રિપલ તલ્લાક બિલને મંજૂરી આપી દેવામાં આવી છે. કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, પ્રધાનમંડળે જમ્મુ કાશ્મીરમાં 3 જૂલાઈ, 2019થી છ મહીના માટે રાષ્ટ્રપતિ શાસનના વિસ્તારને પણ મંજૂરી આપી દીધી છે.
આ સાથે જ પ્રધાનમંડળ ટ્રિપલ તલ્લાક બિલને મંજૂરી આપી છે. તેમણે જણાવ્યું કે, આગામી સંસદ સત્રમાં ટ્રિપલ તલ્લાક બિલ રજૂ કરવામાં આવશે. આ બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારના સૌ સચિવોની સાથે થયેલી વાતચીતના પહેલા દિવસે જ થઈ રહી છે. આ બેઠક બાદ કેન્દ્રીય કેબિનેટની બેઠક હશે.
વધુમાં આગળ જણાવ્યા પ્રમાણે આ બેઠકમાં 5 જૂલાઈના સંસદમાં રજૂ કરવામાં આવનારા કેન્દ્રીય બજેટની તૈયારીઓ પર ચર્ચા સંભવિત છે. કેન્દ્રીય બજેટ વડાપ્રધાન મોદીની આગેવાનીમાં નવી રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન સરકારના હેતુનું પ્રથમ નિવેદન હશે. સરકારના એજેન્ડા પર 10 બિલની જગ્યા લેનારા કાયદા સહિત ઘણાં મહત્વપૂર્ણ બિલ પણ છે, જે આગળના સપ્તાહની શરૂઆત થાય તે પહેલા સંસદ સત્ર દરમિયાન રજૂ કરવામાં આવશે.
સચિવો સાથેની બેઠકમાં મોદીએ કહ્યું હતું કે, યોજના તેમજ રોડમેપ બનાવવા અને ભારતને મહાસત્તા બનાવનારી અર્થવ્યવસ્થા તરફ આગળ લઈ જવા માટેની રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે.