જયપુર: ધારાસભ્ય ખરીદી કેસમાં SOG પછી હવે ACB પણ સક્રિય થઈ છે. શુક્રવારે મોડી રાત્રે સોશિયલ મીડિયા પર ઓડિયો ટેપના વાયરલ થતા ACB હેડક્વાર્ટરમાં FIR પણ દાખલ કરવામાં આવી હતી.
રાજસ્થાન સરકારના મુખ્ય ચીફ જોષીની ફરિયાદના આધારે ACB હેડક્વાર્ટરમાં FIR નોંધાઈ હતી. મહેશ જોશી શુક્રવારના રોજ ACB હેડક્વાર્ટર પહોંચી હતા અને તેમને ફરિયાદ કરી હતી કે સોશિયલ મીડિયા પર જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. તેમાંથી એક MLA નો અવાજ તે ઓળખે છે. ACB એ ફરિયાદ નોધી અને ઓડિયો ક્લિપની તપાસ કરી બાદમાં ફરિયાદને FIRમાં ફેરવી હતી.
મહેશ જોશીએ ઓડિયો ક્લિપ વિશે કહ્યું હતું કે આ ઓડિયો ક્લિપમાં એક MLA નો અવાજ હું ઓળખું છું તે અવાજ MLA ભંવરલાલનો છે. ત્યારબાદ મહેશ જોશીની ફરિયાદને ACB એ FRI માં ફેરવી હતી.પીસી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
આ સમગ્ર મામલે ભંવરલાલ શર્માના નિવેદનને રેકોર્ડ કરવા અને પૂછપરછ કરવા માટે ACBની ટીમ શનિવારે બપોરે માનેસરનો સંપર્ક પણ કરી શકે છે.