ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)ના અધ્યક્ષ સિવને સંવાદદાતાને જણાવ્યું કે, 3,890 કિલોગ્રામ વજનનું ચંદ્રયાન-2 મિશન શ્રી હરિકોટા સ્થિત અંતરિક્ષ કેન્દ્ર પર એક ભારે રૉકેટ દ્વારા સવારે 2ઃ15 કલાકે લોન્ચ કરવામાં આવશે.
આ મહાત્વકાંક્ષી મિશન બાદ ભારત તત્કાલિન સોવિયત સંઘ (રશિયા), અમેરિકા અને ચીન પછી ચંદ્ર પર પહોંચીને તેની કક્ષાએ, તેમની રીતે અને તેની હેઠળ વિભિન્ન પ્રયોગો કરનારો ચોથો દેશ બની જશે. ચંદ્રયાન-2 મિશનનો ખર્ચ 978 કરોડ રૂપિયા છે. જેમાં 375 કરોડ રૂપિયાનો ખર્ચ ઘરેલૂ સ્તરે નિર્મિત એક ક્રાયોજોનિક ઇન્જેનવાળો ભારે રૉકેટ ભૂસ્તરીત ઉપગ્રહ પ્રક્ષેપણ યાન (જીએસએલવી-માર્ક 3) પર કરાશે.