પ્રાપ્ત વિગતો મુજબ, નશેડી પિતાની દારૂની લતથી બાળકો એટલા ત્રસ્ત હતા કે બાળકોએ પિતાને દોરીથી બાંધીને રૂમમાં લોક કરી દીધા. બાદમાં લાકડીથી મારી મારીને પિતાને મોતને ઘાત ઉતાર્યા હતા. આખી રાત બાળકો અને પત્નીએ મળીને માર માર્યો હતો. જેના પછી સવાર પડતા બાળકોએ પિતાને જોતા પિતા અચેત જણાયા હતા, ત્યારબાદ બાળકોએ પિતાને હોસ્પિટલમાં ખસેડતા ડોકરટે મૃત ઘોષિત કર્યા હતા.
આ અંગે મણીપુર પોલીસે મૃતકના પરિવારની રિપોર્ટ પર 4 સગીર ભાઈ-બહેન વિરુદ્ધ કેસ દાખલ કરી બધાની ધરપકડ કરી છે. જ્યારે બાળકો અને માતાએ પોતાનો ગુનો કબૂલી લીધો છે.