નવી દિલ્હીઃ ઈસ્લામોફોબિયા (ઈસ્લામ વિરુદ્ધ નફરતની ભાવના) અંગે કેન્દ્રિય અલ્પસંખ્યક કાર્ય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે, ઈસ્લામોફોબિયાના નામે ભારતને બદનામ કરવામાં આવી રહ્યું છે. જ્યારે કે ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં અલ્પસંખ્યકો માન સન્માન સાથે સારુ જીવન પસાર કરી રહ્યાં છે. તેમજ દેશમાં તમામ લાભના ભાગીદાર છે.
મોદી ફોબિયા ક્લબનો મોદી વિરુદ્ધ દુષ્પ્રચાર
અબ્બાસ નકવીએ કહ્યું કે, મોદી સરકારમાં થઈ રહેલા સમાવેશી વિકાસને 'મોદી ફોબિયા ક્લબ' પચાવી શકતી નથી, એટલે તે અસહિષ્ણુતા, સાંપ્રદાયિકતા અને અલ્પશંખ્યકોના ભેદભાવના આક્ષેપો કરી દુષ્પ્રચાર કરી રહ્યાં છે. નકવીએ 'ઈસ્લામોફોબીયા-બોગસ બાશીંગ બ્રિગેડના બોગી' નામના બ્લોગમાં આ ટિપ્પણી કરી હતી, અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની યોજનાઓ અને લઘુમતીઓ, ખાસ કરીને મુસ્લિમોને મળેલા લાભોની વિગતવાર માહિતી આપી હતી.
ભારતે ઈસ્લામોફોબિયા હોવાનો આક્ષેપ નકાર્યો
તેમણે બ્લોગમાં ટિપ્પણી ત્યારે કરી હતી જ્યારે ભારત કોરોના સંકટમાંથી પસાર થઈ રહ્યો છે અને કેટલાક અરબ દેશો દ્વારા ભારતમાં ઈસ્લામોફોબિયા માહોલ હોવાની આલોચના કરવામાં આવી હતી. જોકે ભારતે ઈસ્લામોફોબિયાના આરોપને નકાર્યો છે.
આ સાથે પ્રધાને આરોપ લગાવ્યો કે, એક તરફ દરેક ભારતીય પ્રભાવશાળી નેતૃત્વ પર ગર્વ અનુભવે છે, તો બીજી તરફ ઇસ્લામફોબીયા કાર્ડ દ્વારા વ્યાવસાયિક 'મોદી ફોબિયા ક્લબ' દ્વારા ખોટી, તકરારવાળી દલીલો, તથ્યોથી ખોટી માહિતી અને સંસ્કારો અને ઠરાવોને તોડફોડ કરવાનું વલણ અપનાવી રહ્યાં છે.
મોદી સરકારમાં ઈસ્લામિક દેશો સાથે સંબંધ મજબૂત બન્યા
અબ્બાસ નકવીના જણાવ્યાનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં ભારતના ઈસ્લામી દેશો સાથે આઝાદી પછીથી અત્યાર સુધીમાં સૌથી સારા સંબંધો રહ્યાં છે. સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, અફઘાનિસ્તાન અને અન્ય ઘણા દેશોએ વડા પ્રધાન મોદીને તેમના સૌથી મોટા નાગરિક સન્માનથી સન્માનિત કર્યા છે.
કેન્દ્ર સરકારની પ્રંશસા કરતાં તેમણે ઉમેર્યું કે, જ્યારે વિશ્વમાં કોરોનાનો કચવાટ શરૂ થયો, ત્યારે મોદી સરકારે વુહાન, ઈરાન, ઇરાક, સાઉદી અરેબિયા વગેરેથી મોટાભાગના ભારતીયોને પાછા લાવ્યા. જેમાં મોટે ભાગે મુસ્લિમ સમુદાયના લોકો છે.