ETV Bharat / bharat

યુપી બાદ જયપુરમાં શાળાએ જતી બાળકી સાથે ત્રણ નરાધમોએ આચર્યુ દુષ્કર્મ - રાજસ્થાન દુષ્કર્મ

હજી તો યુપીની ઘટનાના પડઘા શાંત નથી થયા ત્યાં ફરી જયપુરમાં એક દુષ્કર્મની ઘટના સામે આવી છે.

rape
rape
author img

By

Published : Oct 1, 2020, 8:13 AM IST

જયપુરઃ રાજસ્થાનના જયપુરમાં એક વાર ફરી શર્મનાક ઘટના સામે આવી છે. આમેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીર બાળકી પર દુષ્કર્મ બદલ પોલીસે ત્રણ યુવકોની ધરપકડ કરી છે. પકડાયેલા ત્રણેય આરોપીઓ મજૂરી કામ કરતા હતા. પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે યુવતીનું મેડિકલ ચેકઅપ પણ કરાવ્યું છે.

શું છે સમગ્ર મામલો

મળતી માહિતી મુજબ, બુધવારે યુવતી સ્કૂલથી ઘર તરફ પગપાળા જઇ રહી હતી. ત્યારે જ ત્રણ યુવકો યુવતીને બળજબરીથી રસ્તામાં લઈ ગયા હતા. આરોપી યુવતીને એક રૂમમાં લઈ ગયો, જ્યાં એક યુવકે યુવતી પર દુષ્કર્મ આચર્યુ હતું અને બે લોકોએ રૂમને બહારથી તાળા મારી દીધા હતા. આરોપીના ચુંગાલમાંથી છૂટકારો મેળવ્યા બાદ યુવતીએ તેના પિતાને સંપૂર્ણ વાત જણાવી હતી. જે બાદ યુવતીના પિતાએ આરોપી વિરુદ્ધ આમર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો. પોલીસે પકડેલા ત્રણેય આરોપીઓનું નામ કાળુ, વિક્રમ અને જીતુ છે.

પોલીસનું શું કહેવું છે

પોલીસે જણાવ્યું કે યુવતી શાળાએ જવા માટે ઘરેથી નિકળી હતી. આ દરમિયાન પાઈપલાઈન નાખવાનું કામ કરતાં કાળુ, વિક્રમ અને જીતુએ યુવતીને બળજબરીપુર્વક બાઈક પર બેસાડી નજીકના એક રુમમાં લઈ ગયા હતાં. જ્યાં બે યુવકોએ રુમને બહરાથી બંધ કરી દીધો અને એક યુવકે રુમમાં યુવતી સાતે દુષ્કર્મ આચર્યુ હતું. હાલ પોલીસે આ ત્રણેય આરોપી વિરુદ્ધ પોક્સો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.