બેંગલુરુ: GoAir ફ્લાઇટના એન્જિનમાં ટેકઓફના સમયે નાની આગ લાગી હતી. હાલ આ આગ કાબૂમાં છે અને તમામ મુસાફરો અને ક્રૂ સલામત છે. વિમાનને રન-વેથી લાવી દેવાયું છે, ત્યારબાદ મુસાફરોને સ્થળાંતર કરવામાં આવશે. આમ GoAir પોતાના નિવેદનમાં જણાવ્યું હતું.
-
#goalert pic.twitter.com/7p902z65Op
— GoAir (@goairlinesindia) February 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#goalert pic.twitter.com/7p902z65Op
— GoAir (@goairlinesindia) February 18, 2020#goalert pic.twitter.com/7p902z65Op
— GoAir (@goairlinesindia) February 18, 2020
જો કે, ફ્લાઇટમાં બેઠેલા વ્યક્તિઓની સંખ્યા તાત્કાલિક જાણી શકાયું નથી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "અમદાવાદથી બેંગલુરુ જઇ રહેલી GoAir ફ્લાઇટ G 8 802ના જમણા એંજિનને ટેક-ઓફ રોલ દરમિયાન શંકાસ્પદ એફઓડીને કારણે નાની આગ લાગી હતી. જેને કાબૂમાં લેવામાં આવી છે."
એરલાઇન્સે ટ્વીટ કરીને કહ્યું હતું કે, તમામ મુસાફરો અને ક્રૂ સલામત છે અને કોઈપણ ઇમરજન્સી સ્થળાંતર જરૂરી નથી. અમારા મુસાફરો અને ક્રૂની સલામતી મહત્વની છે અને એરલાઇન્સ મુસાફરોને થતી કોઈપણ અસુવિધા માટે નિષ્ઠાપૂર્વક દિલગીર છે.