ગ્વાલિયર (મધ્ય પ્રદેશ): ગ્વાલિયરમાં સગીર યુવકે પડોશમાં રહેતી સગીર યુવતીને પિતાની લાઇસન્સ બંદૂકથી ગોળી મારી હતી. વિવાદ ઘર સામે ગટરનું પાણી ભરાવાનો હતો. પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે. હાલ પોલીસે મૃતદેહને લાશને પોસ્ટમોર્ટમ ગૃહ મોકલી અને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ગ્વાલિયરના જૂના કેન્ટોનમેન્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સિગૌરા ગામમાં એક સગીર યુવતીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ વિવાદ પાણીને લઈને ઉભો થયો છે. જે બાદ યુવતીને લાઇસન્સવાળી બંદૂકથી ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અર્શી નામની સગીર યુવતીને પડોશમાં રહેતા સગીર યુવક આરોપીએ ઘરમાં રાખેલી લાઇસન્સવાળી બંદૂકથી ગોળી મારી હતી.
ઘટના બુધવાર બપોરની છે. આરોપી અને તેના પિતા મોટુમલ ખાનની પોલીસે ધરપકડ કરી છે. ગન લાયસન્સ પિતાના નામે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, અર્શીની માતાના ઘરની સામે ગટરનું પાણી ભરાવા અંગે બે દિવસ પહેલા તેના પાડોશી સાથે વિવાદ થયો હતો. આ પછી તેના પુત્રએ અર્શીને બંદૂકથી ગોળી મારી દીધી હતી. જેના કારણે અર્શી સ્થળ પર જ મૃત્યુ પામી હતી. માહિતી મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આરોપી યુવકની ધરપકડ કરી બંદૂક પણ કબજે કરી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ ગૃહ મોકલીને તપાસ શરૂ કરી છે.